<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

જુલાઈમાં GST ઈ-વે બિલ ૧૩. ૯૮ કરોડના રેકોર્ડ સ્‍તરે પહોંચ્‍યા

ગયા વર્ષે જુલાઈમા આ આંકડો ૧૩.૧૯ કરોડ હતો

નવી દિલ્‍હી તા.૩૦: ગુડ્‍સ એન્‍ડ સર્વિસીસ ટેક્‍સ નેટવર્કના ડેટા અનુસાર, જુલાઈ ૨૦૨૬માં ઈ-વે બિલની સંખ્‍યા વાર્ષિક ધોરણે ૫.૯૮ ટકા વધીને ૧૩૯.૮ મિલિયન થઈ ગઈ છે. ગયા વર્ષે જુલાઈમાં, આ આંકડો ૧૩૧.૯ મિલિયન હતો.

જુલાઈમાં જનરેટ થયેલા ઈ-વે બિલની સંખ્‍યા અત્‍યાર સુધીનો બીજો સૌથી વધુ માસિક આંકડો છે. અગાઉ, માર્ચ ૨૦૨૬માં ૧૪૦.૬ મિલિયન ઈ-વે બિલ જનરેટ થયા હતા. ભ્‍રૂઘ્‍ ઈન્‍ડિયાના પાર્ટનર પ્રતીક જૈને જણાવ્‍યું હતું કે ઈ-વે બિલમાં ૫.૯૮ ટકા વાર્ષિક વધારો દર્શાવે છે કે સ્‍થાનિક વેપાર અને પુરવઠા શૃંખલા મજબૂત રહે છે.

આ સૂચવે છે કે ઓગસ્‍ટમાં GST કલેક્‍શન મજબૂત રહેશે, જોકે વાસ્‍તવિક આવક વ્‍યવહારોના મૂલ્‍ય અને પ્રકૃતિ પર આધારિત રહેશે. EY ઇન્‍ડિયાના ટેક્‍સ પાર્ટનર સૌરભ અગ્રવાલે જણાવ્‍યું હતું કે ઇ-વે બિલમાં સતત વધારો અર્થતંત્રમાં પ્રવૃત્તિનો સારો સંકેત છે

(3:59 PM IST)