News of Tuesday, 11th August 2026
અક્ષર પુરૂષોત્તમ દર્શન ભારતની વૈદિક દાર્શનિક પરંપરામાં સાતમું વૈદિક દર્શન છેઃ પ્રો. શ્રી નિવાસ વરખેડી

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના સંશોધન અને વિકાસ પ્રકોષ્ઠ દ્વારા વેદાંત પરંપરાના દાર્શનિક વૈભવ તથા તેની સમકાલીન પ્રાસંગિકતા પર કેન્દ્રિત રાષ્ટ્રીય સંગોષ્ઠી,ગ્રંથ-લોકર્પણ તેમજ વિશેષ વ્યાખ્યાનમાળાના ઉદ્ધાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉડુપી સ્થિત તેજાવર અધોક્ષજ મઠના પરમ પૂજ્ય વિશ્વપ્રસન્નતીર્થ સ્વામીજી તથા બાપ્સ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટયુટના અધ્યક્ષ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજી ઉપસ્થિતિ રહ્યા હતા. સમારોહની અધયક્ષતા કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો.શ્રીનિવાસ વરખેડીએ કરી હતી. આ પ્રસંગે કુલપતિ પ્રો. શ્રીનિવાસ વરખેડીએ જણાવ્યું હતું કે અક્ષરપુરૂષોત્તમ દર્શન ભારતની વૈદિક દાર્શનિક પરંપરામાં સાતમું વૈદિક દર્શન છે અને કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા પ્રકાશિત ‘વેદાંતદર્શનસંગ્રહ' ગ્રંથમાં તેને વેદાંતની મુખ્ય દાર્શનિક પરંપરાઓ સાથે સ્થાન આપવામાં આવ્યું છે. આ ‘વેદાંતદર્શનસંગ્રહ' ગ્રન્થ લેખનમાં ડો.આત્મતૃપ્ત સ્વામીનું (પ્રધાનચાર્ય, બાપ્સ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય, સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વેરાવળ)નું ઘણું યોગદાન રહ્યું છે. મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા ‘વેદાંત વિદ્યા વિશ્વગુરૂ'ની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. આ વિશિષ્ટ સન્માન સ્વામીજીએ ગુરૂહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના ચરણોમાં સમર્પિત કર્યું હતું.સમારોહમાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. સુકાંતકુમાર સેનાપતિ, દિલ્લી વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગાધ્યક્ષ પ્રો ઓમનાથ બીમલીજી ઉપસ્થિત રહેલ. કાર્યક્રમના સંયોજક તરીકે પૂજ્ય મુનિવત્સલ સ્વામીએ જવાબદારી નિભાવી હતી
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
