<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ગુમ થયેલ દરેક વ્‍યક્‍તિ માટે FIR ફરજિયાત

માનવ તસ્‍કરી અટકાવવા સુપ્રીમ કોર્ટનો કડક આદેશઃ હવે વિલંબ કર્યો તો ડીજીપી અને મુખ્‍ય સચિવ જશે જેલ! : આદેશનું ઉલ્લંઘન કરનાર રાજ્‍યના ટોચના અધિકારીઓ સામે થશે કોર્ટના અવમાનનાની કાર્યવાહી

નવી દિલ્‍હી, તા.૧૧: દેશભરમાં દિનપ્રતિદિન વધી રહેલા માનવ તસ્‍કરીના દૂષણ અને ગુમ થયેલા લોકોના મામલે સુપ્રીમ કોર્ટે અત્‍યંત કડક વલણ અપનાવીને તમામ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશો માટે સખત દિશાનિર્દેશો જારી કર્યા છે. જસ્‍ટિસ અહસાનોદ્દીન અમાનુલ્લાહ અને જસ્‍ટિસ આર. મહાદેવનની ખંડપીઠે સ્‍પષ્ટ આદેશ આપ્‍યો છે કે જો કોઈ પણ વ્‍યક્‍તિ ગુમ થાયપછી તે બાળકી હોય, પુરુષ હોય કે વળદ્ધラપોલીસે -ાથમિક તપાસ કે બહાના હેઠળ સમય બગાડ્‍યા વિના તાત્‍કાલિક જ્‍ત્‍ય્‍ નોંધવી પડશે. કોર્ટે સ્‍પષ્ટ કર્યું કે વ્‍યક્‍તિ ગુમ થયા પછીના શરૂઆતના કલાકો ગોલ્‍ડન અવર્સ હોય છે, જેમાં તેમને સુરક્ષિત શોધવાની શકયતા સૌથી વધુ હોય છે.

સુપ્રીમ કોર્ટે રાજ્‍યોના તે વલણ સામે ભારે નારાજગી વ્‍યક્‍ત કરી હતી જેમાં ગુમ થયેલા લોકો અંગેના અગાઉના આદેશનો ગેરલાભ ઉઠાવવામાં આવતો હતો. કોર્ટે ટકોર કરી હતી કે રાજ્‍યો વ્‍યક્‍તિ શબ્‍દનો અર્થ માત્ર બાળકો સમજીને પુખ્‍ત વયના લોકોના ગુમ થવાના કિસ્‍સામાં એફઆઈઆર નોંધવામાં ઇરાદાપૂર્વક લાપરવાઈ દાખવતા હતા. ન્‍યાયાલયે સખત શબ્‍દોમાં ઉમેર્યું કે આટલું મૂળભૂત જ્ઞાન ન હોવું અશકય છે અને હવે આ આદેશનું ઈરાદાપૂર્વક ગલત અર્થઘટન કરીને કેસ ન નોંધનારા પોલીસ અધિકારીઓ સામે આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

કોર્ટે તમામ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોને ચેતવણી આપતા આદેશ આપ્‍યો છે કે જો અગાઉના અને વર્તમાન નિર્દેશોનું અક્ષરશઃ પાલન નહીં થાય, તો સંબંધિત રાજ્‍યના મુખ્‍ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને સીધી કોર્ટના અવમાનનાની નોટિસ ફટકારવામાં આવશે. આ બંને ઉચ્‍ચ અધિકારીઓએ કોર્ટમાં રૂબરૂ હાજર થઈને કારણ દર્શાવવું પડશે કે આદેશનું પાલન ન કરવા બદલ તેમની સામે શિક્ષાત્‍મક પગલાં શા માટે ન લેવા. સુપ્રીમ કોર્ટના આ અભૂતપૂર્વ વલણથી હવે પોલીસ તંત્રમાં જવાબદેહી વધશે અને માનવ તસ્‍કરીના નેટવર્ક પર મોટો પ્રહાર થશે.

(3:17 PM IST)