News of Tuesday, 11th August 2026
૫ રૂપિયામાં મળતી'તી સાડી-ધોતીઃ ૨૭ પૈસામાં પેટ્રોલ : ૭૯ વર્ષમાં શું મોંઘુ થયું?
જે વસ્તુઓ એક સમયે ફક્ત પૈસામાં મળતી હતી તેની કિમત હવે રૂપિયામાં છેઃ ઘણીવાર હજારોમાં જાય છેઃ ૧૯૪૭ થી ૨૦૨૬ દરમિયાન દૂધ, ચોખા, ખાંડ, પેટ્રોલ, કપડાં અને સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો છે તે જાણીને તમને આヘર્ય થશે ૧૯૪૭માં એક કિલો ચોખા લગભગ ૧૨ પૈસામાં મળતા હતાઃ ખાંડની કિમત લગભગ ૪૦ પૈસા પ્રતિ કિલો હતીઃ અને બટાકા લગભગ ૨૫ પૈસા પ્રતિ કિલોઃ ૧૯૪૭માં ૧૦ ગ્રામ સોનાની કિંમત લગભગ ૮૮.૬૨ રૂપિયા હતી

નવી દિલ્હી તા.૧૧: આઝાદીના ૭૯ વર્ષ નજીક આવી રહ્યા છીએ. જે વસ્તુઓ એક સમયે ફક્ત પૈસામાં મળતી હતી તેની કિમત હવે રૂપિયામાં છે, ઘણીવાર હજારોમાં જાય છે. ૧૯૪૭ થી ૨૦૨૬ દરમિયાન દૂધ, ચોખા, ખાંડ, પેટ્રોલ, કપડાં અને સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો છે તે જાણીને તમને આヘર્ય થશે. તો, ચાલો આપણે ભૂતકાળમાં પાછા ફરીએ અને તે યુગના ભાવ અને આજના ભાવ વચ્ચે એક રસપ્રદ સરખામણી કરીએ.
આઝાદી સમયે જે વસ્તુઓની કિમત પૈસામાં હતી, આજે તે જ વસ્તુઓ રૂપિયામાં અને ઘણીવાર સેંકડો રૂપિયામાં મળે છે. ૧૯૪૭ થી ૨૦૨૬ સુધી દૂધ, ચોખા, ખાંડ, પેટ્રોલ, કપડાં અને સોનાની કિમતોમાં કેટલો બદલાવ આવ્યો, જાણો તે સમય અને આજના ભાવો (price comparison 1947 vs 2026)ની રસપ્રદ સરખામણી.
મીડિયાના એક રિપોર્ટ અનુસાર, ૧૯૪૭માં એક કિલો ચોખા લગભગ ૧૨ પૈસામાં મળતા હતા. ખાંડની કિમત લગભગ ૪૦ પૈસા પ્રતિ કિલો હતી અને બટાકા લગભગ ૨૫ પૈસા પ્રતિ કિલો. તેવી જ રીતે, ફુલ ક્રીમ દૂધ લગભગ ૧૨ પૈસા પ્રતિ લિટર હતું. એટલે કે, એક રૂપિયામાં ઘણા કિલો રાશન ખરીદી શકાતું હતું.
૯૭ વર્ષના કોલકાતા નિવાસી ગીતા બેનર્જી ભવાનીપુર વિસ્તારમાં રહે છે અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તે સમયે ઘઉંનો લોટ લગભગ ૩૦ પૈસા પ્રતિ કિલો અને ઘી લગભગ ૫ રૂપિયા પ્રતિ કિલો હતું. ચોખા ૧૨ પૈસા અને ખાંડ ૪૦ પૈસા પ્રતિ કિલોની આસપાસ શહેરોમાં હતા.
આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગના Price Monitoring Systeળ ના ૩૦ જુલાઈ ૨૦૨૬ ના ઓલ ઇન્ડિયા એવરેજ રિટેલ પ્રાઈસ અનુસાર ચોખા લગભગ ૪૫ રૂપિયા, ઘઉં લગભગ ૩૧ રૂપિયા, લોટ લગભગ ૩૭ રૂપિયા, ખાંડ લગભગ ૪૯ રૂપિયા અને દૂધ લગભગ ૬૧ રૂપિયા પ્રતિ લિટર છે. એટલે કે, જે વસ્તુઓની કિમત ક્યારેક પૈસામાં હતી, હવે તેમની કિમત રૂપિયામાં છે.
આજના સમયમાં પેટ્રોલ ઘરના બજેટનો મોટો હિસ્સો બની ગયું છે. પરંતુ ૧૯૪૭માં પેટ્રોલની કિમત જોઈને આજની પેઢી આヘર્યચકિત થઈ શકે છે. જૂની કિમતોની સરખામણી અનુસાર, મીડિયા રિપોર્ટ અનુસાર, તે સમયે પેટ્રોલ લગભગ ૨૫-૨૭ પૈસા પ્રતિ લિટર હતું. એક લિટર પેટ્રોલ માટે ત્યારે એક રૂપિયાથી પણ ઓછો ખર્ચ થતો હતો, જ્યારે આજે ઘણી જગ્યાએ એક લિટર પેટ્રોલની કિમત ૧૦૦ રૂપિયાની આસપાસ કે તેનાથી વધુ પહોંચી ગઈ છે.
૧૯૪૭માં ૧૦ ગ્રામ સોનાની કિમત લગભગ ૮૮.૬૨ રૂપિયા જણાવવામાં આવે છે. એટલે કે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૭૨,૪૩૦ રૂપિયાની આસપાસ જણાવવામાં આવ્યો. જ્યારે આજે સોનાની કિમત ભારતમાં ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિમત લગભગ રૂા. ૧,૫૨,૩૫૦ થી રૂા. ૧,૫૨,૮૪૦ ની વચ્ચે છે. જ્યારે ૨૨ કેરેટ સોનાનો ભાવ લગભગ રૂા. ૧,૩૯,૬૫૦ થી રૂા. ૧,૪૦,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. છેલ્લા લગભગ આઠ દાયકામાં માત્ર ખાવા-પીવાની વસ્તુઓ જ નહીં, રોકાણ અને કિમતી ધાતુઓની કિમતોમાં પણ કેટલો મોટો બદલાવ આવ્યો છે.
આઝાદી સમયે સાડી અને ધોતી જેવી વસ્તુઓ આજની સરખામણીમાં ઘણી સસ્તી હતી અને સારી સાડીઓ ૫ રૂપિયામાં પણ મળી જતી હતી. કિમત કપડાની ગુણવત્તા, વણાટ, લંબાઈ અને જગ્યા પ્રમાણે અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, એક મીડિયા રિપોર્ટમાં ૧૯૪૭-૪૮ ના સમયગાળાની લતા મંગેશકરની સુતરાઉ સાડીનો ઉલ્લેખ છે, જેની કિમત ૧૨ રૂપિયા જણાવવામાં આવી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સાડીઓની કિમત કેવી હતી.
૧૯૪૭ થી આજ સુધીઃ રૂપિયો વિરુદ્ધ ડોલર - ઘણીવાર એવું માનવામાં આવે છે કે ૧૯૪૭માં આઝાદી સમયે ૧ ભારતીય રૂપિયો ૧ અમેરિકી ડોલર બરાબર હતો, પરંતુ આ ફક્ત એક અફવા છે. વાસ્તવિકતા એ છે કે ૧૯૪૭માં ૧ અમેરિકી ડોલરની કિમત લગભગ રૂા. ૩.૩૦ હતી. સમય જતાં આર્થિક બદલાવો, વેપાર ખાધ અને ફુગાવાના કારણે રૂપિયાના મૂલ્યમાં બદલાવ આવતો ગયો. ૧૯૬૬માં અવમૂલ્યન (devaluation) પછી ડોલરની કિમત રૂા. ૭.૫૦ થઈ ગઈ અને ૧૯૯૧ના આર્થિક સુધારાના સમયગાળામાં તે રૂા. ૨૫ ને પાર પહોંચી ગઈ. આજના સમયમાં ૧ અમેરિકી ડોલરની કિમત લગભગ રૂા. ૮૮ થી ?૯૨ ની આસપાસ બની રહી છે.
જો આપણે ફક્ત એક્સચેન્જ રેટને બદલે રૂપિયાની ખરીદ શક્તિની વાત કરીએ, તો ૧૯૪૭નો ૧ રૂપિયો આજની સરખામણીમાં ખૂબ શક્તિશાળી હતો. દૈનિક વસ્તુઓ જેવી કે ચોખા કે સોનાની કિમતોના આધારે સરખામણી કરીએ, તો તે સમયના ૧ રૂપિયાની ખરીદ શક્તિ આજના લગભગ રૂા. ૬૦૦ થી રૂા. ૧,૦૦૦ બરાબર બેસે છે. જ્યારે, જો આઠ દાયકાના કુલ ફુગાવા (મુદ્રાસ્ફીતિ) ના આંકડાઓ અનુસાર જોઈએ, તો ૧૯૪૭ના ૧ રૂપિયાની આંતરિક ખરીદ શક્તિ ઘટીને આજના એક પૈસાના નાના હિસ્સા બરાબર રહી ગઈ છે. આ જ કારણ છે કે જૂના સમયની શોપિગ અને આજની શોપિગના અનુભવોમાં જમીન-આસમાનનો ફરક આવી ગયો છે.
અંતે કહી શકાય કે ભલે એક્સચેન્જ રેટના આધારે રૂપિયાનું મૂલ્ય ઓછું થયું હોય, પરંતુ દેશની અર્થવ્યવસ્થાનું કદ, ઉત્પાદન ક્ષમતા અને બજારમાં વિવિધતા અનેક ગણી વધી છે. આઝાદી સમયના સીમિત સંસાધનોમાંથી નીકળીને આજે ડિજિટલ લેણદેણ અને વૈશ્વિક બજાર સુધી પહોંચવું એ દર્શાવે છે કે સમય સાથે ભારતીય અર્થવ્યવસ્થાનું સ્વરૂપ બદલાયું છે અને નાગરિકોની જીવનશૈલી અને પ્રાથમિકતાઓમાં વ્યાપક સુધારો આવ્યો છે. ડિસ્ક્લેમરઃ કિમતો ઉપલબ્ધ ઐતિહાસિક આંકડાઓ અને વર્તમાન બજાર ભાવના આધારે અનુમાનિત છે. શહેર અને સમય અનુસાર અંતર હોઈ શકે છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
