હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનના હુમલાના ડરે ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીમાં નાટો સમિટ બાદ ગુપ્ત રીતે વિમાન બદલ્યું: કેટરિંગ ટ્રક દ્વારા બીજા પ્લેનમાં થયા શિફ્ટ!
પત્રકારો અને સ્ટાફને ચકમો આપી વ્હાઇટ હાઉસે યોજ્યું અત્યંત ગુપ્ત ઓપરેશન; અમેરિકી સાંસદોએ આ ઘટનાને ગણાવી અવાસ્તવિક અને ડરામણી

વોશિંગ્ટન: તા.૧૧ : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઈરાન તરફથી હત્યાની ગંભીર ધમકીઓ વચ્ચે એક સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો છે. એક અહેવાલ મુજબ, ગયા મહિને તુર્કીના અંકારા ખાતે યોજાયેલી નાટો (NATO) સમિટ બાદ વોશિંગ્ટન પરત ફરતી વખતે ટ્રમ્પે સુરક્ષા કારણોસર ગુપ્ત રીતે પોતાનું વિમાન બદલી નાખ્યું હતું. વ્હાઇટ હાઉસે એવી છાપ ઊભી કરી હતી કે પ્રમુખ 'એર ફોર્સ વન'માં જ મુસાફરી કરી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં તેઓ એક નાના સૈન્ય વિમાનમાં સવાર થઈ ગયા હતા.
કેટરિંગ ટ્રકનો ઉપયોગ કરીને પ્લેન શિફ્ટ કર્યું
રિપોર્ટ અનુસાર, અંકારા એરપોર્ટ પર ટ્રમ્પ ટીવી કેમેરા સામે જૂના 'એર ફોર્સ વન' જમ્બો જેટમાં ચડ્યા હતા. પરંતુ વિમાનમાં સવાર થયાની થોડી જ મિનિટોમાં, તેમને કોઈ જોઈ ન શકે તે માટે એક એરપોર્ટ કેટરિંગ ટ્રકનો ઉપયોગ કરીને ગુપ્ત રીતે નાના 'એર ફોર્સ C-32A' વિમાનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પ્લેનમાં હાજર પત્રકારોને ટેકઓફ પહેલાં વિન્ડોના પડદા બંધ રાખવાની સજ્જડ સૂચના આપવામાં આવી હતી, જેથી આ ગુપ્ત ઓપરેશન વિશે કોઈને ખબર ન પડે.
કતાર દ્વારા મળેલા ગિફ્ટેડ પ્લેનની સુરક્ષા પર સવાલો
ટ્રમ્પે આ પ્રવાસ માટે કતાર દ્વારા ભેટમાં આપેલા અને મોડિફાઈ કરાયેલા લક્ઝરી જેટનો ઉપયોગ કર્યો હતો. પરંતુ ઈરાન તરફથી પ્લેન પર હુમલાના ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મળ્યા બાદ સિક્રેટ સર્વિસે આ વિમાનનો ઉપયોગ ટાળવાની સલાહ આપી હતી. ત્યારબાદ યૂકેના મિલ્ડેનહોલ એરબેઝ પહોંચ્યા પછી જ ટ્રમ્પ ફરીથી પોતાના મુખ્ય વિમાનમાં સવાર થયા હતા. આ ઘટના બાદ કતાર-પૂરા પાડવામાં આવેલા પ્લેનની સુરક્ષા ક્ષમતા પર પણ ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.
"હું ઈરાનની હિટલિસ્ટમાં નંબર વન છું" - ટ્રમ્પ
આ ગુપ્ત કામગીરી અંગે વ્હાઇટ હાઉસના કમ્યુનિકેશન ડિરેક્ટર સ્ટીવન ચેઉંગે જણાવ્યું હતું કે, "અમેરિકાના દુશ્મનો તરફથી પ્રમુખ પર સતત ખતરો મંડરાઈ રહ્યો છે અને અમે તેમની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યા છીએ." બીજી તરફ, પ્રવાસ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે, "મને હંમેશાં જીવનું જોખમ રહે છે. હું દુશ્મનોની યાદીમાં નંબર વન પર છું." આ ઘટના બાદ ડેમોક્રેટિક સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલે આ અંગે કોંગ્રેસ દ્વારા તપાસની માગ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
