<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

યુપી ઈલેક્શન ૨૦૨૭ પહેલાં મોટી રાજકીય હલચલ: અસદુદ્દીન ઓવૈસીના વધતા પ્રભાવથી સપા અને કોંગ્રેસમાં ફફડાટ, AIMIM ના નેતાઓને તોડવાની રણનીતિ શરૂ!

પશ્ચિમ યુપીની મુસ્લિમ બહુલ બેઠકો પર ઓવૈસીની રેલીઓમાં ઉમટેલી ભીડે વિપક્ષના સમીકરણો બગાડ્યા; ૨૦૨૨ ના ચૂંટણી ડેટાએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની ચિંતા વધારી

લખનૌ : ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણીને હજુ સમય છે, પરંતુ પશ્ચિમ ઉત્તર પ્રદેશના રાજકારણમાં અત્યારથી જ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) દ્વારા બહરાઇચ, બિજનૌર, સહારનપુર અને મુરાદાબાદ જેવા સમાજવાદી પાર્ટીના પરંપરાગત ગઢમાં યોજાયેલી મોટી રેલીઓ અને તેમાં ઉમટેલી ભીડે અખિલેશ યાદવ અને કોંગ્રેસની ઊંઘ હરામ કરી દીધી છે. ઓવૈસીના આક્રમક પ્રચારને કારણે વિપક્ષી ગઠબંધનમાં પોતાના મુસ્લિમ મતબેંકમાં સેંPath પડવાનો ભય પેદા થયો છે.

 

૨૦૨૨ નો ડેટા આપે છે મોટો સંકેત

વર્ષ ૨૦૨૨ ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં AIMIM એ ૯૭ બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર ૦.૪૯% (લગભગ ૪.૫ લાખ) મત મેળવ્યા હતા. જોકે, પશ્ચિમ યુપીની ઓછામાં ઓછી ૭ થી ૮ બેઠકો પર સમાજવાદી પાર્ટીની હારનું માર્જિન AIMIM ઉમેદવારને મળેલા મતો કરતાં ખૂબ ઓછું હતું. જો મુસ્લિમ મતોનું આ વિભાજન ન થયું હોત તો આ બેઠકો સપા-આરએલડી ગઠબંધનની ઝોળીમાં ગઈ હોત. આ જ કારણ છે કે ઓવૈસીના વધતા આધારથી સપા અને કોંગ્રેસ બંને ચિંતિત છે.

 

AIMIM ના પ્રભાવશાળી નેતાઓ પર સપા-કોંગ્રેસની નજર

ઓવૈસીના પ્રભાવને ઘટાડવા માટે હવે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ AIMIM ના પ્રભાવશાળી મુસ્લિમ નેતાઓ અને પશ્ચિમ યુપીના જિલ્લા પ્રમુખોને પોતાની તરફ આકર્ષવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. AIMIM ના રાષ્ટ્રીય પ્રવક્તા અસીમ વકાર ઉપરાંત મુરાદાબાદ, રામપુર અને સહારનપુરના જિલ્લા પ્રમુખો પર વિપક્ષી પક્ષો ડોળા ડોળાવી રહ્યા છે. સપા અને કોંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે કે જે કોઈ બંધારણ અને સામાજિક ન્યાયની લડાઈમાં જોડાવા માંગે છે તેમના માટે પાર્ટીના દરવાજા ખુલ્લા છે.

 

(8:01 PM IST)