News of Tuesday, 11th August 2026
ફ્રિજમાં એક સામાન્ય સ્પોન્જ મૂકવાની આ નાનકડી ટ્રિક બદલી નાખશે તમારું કિચન: ચોમાસામાં ભેજ અને દુર્ગંધથી મળશે કાયમી મુક્તિ!
રેફ્રિજરેટરમાં શાકભાજી તાજા રાખવા અને બગડતા અટકાવવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો 'સ્પોન્જ હેક' સાબિત થઈ રહ્યો છે અત્યંત કારગર

નવી દિલ્હી : ચોમાસાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ વધી જવાથી ફ્રિજમાં રાખેલી શાકભાજી અને ફળો ઝડપથી બગડવા લાગે છે તેમજ ફ્રિજમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો એક ખૂબ જ સરળ અને સસ્તો ઉપાય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે — અને તે છે તમારા ફ્રિજમાં એક સાદો સ્પોન્જ (વાસણ સાફ કરવાનો સ્પોન્જ) મૂકવો!
સ્પોન્જ હેક કેવી રીતે કામ કરે છે?
જ્યારે તમે ફ્રિજ ડ્રોવર અથવા શાકભાજી રાખવાના ખાનામાં સાફ અને સૂકો સ્પોન્જ રાખો છો, ત્યારે તે ફ્રિજની અંદર જમા થતા વધારાના ભેજ અને પાણીને પોતાની અંદર શોષી લે છે. ચોમાસામાં ફ્રિજમાં ભેજ વધવાને કારણે જ શાકભાજી સડવા લાગે છે. સ્પોન્જ આ વધારાના ભેજને દૂર રાખીને ફ્રિજનો ભેજ નિયંત્રિત રાખે છે, જેનાથી શાકભાજી, ભાજી અને ફળો લાંબા સમય સુધી તાજા રહે છે.
દુર્ગંધ દૂર કરવા માટે ઉમેરો બેકિંગ સોડા
જો તમારા ફ્રિજમાંથી તીવ્ર કે વાસી ખોરાકની દુર્ગંધ આવતી હોય, તો તમે સ્પોન્જ પર થોડો બેકિંગ સોડા છાંટીને તેને ફ્રિજના એક ખૂણામાં મૂકી શકો છો. બેકિંગ સોડા અને સ્પોન્જનું આ મિશ્રણ ભેજની સાથે ફ્રિજમાં રહેલી ખરાબ વાસને પણ સંપૂર્ણપણે સોષી લે છે. થોડા દિવસો બાદ જ્યારે સ્પોન્જ ભીનો થઈ જાય ત્યારે તેને નીચોવી, સૂકવીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. આ એક અત્યંત સરળ, આર્થિક અને ઉપયોગી ટ્રિક છે જે તમારા રસોડાનું કામ ખૂબ આસાન બનાવી દેશે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
