News of Wednesday, 12th August 2026
અઘરી નોટઃ એક ઘરવાળી અને એક બહારવાળીઃ ભાંડો ફુટતા બંનેને રાખવા રાજી થયો
બહારવાલી ૬-૬ બાળકોની માતા છે

કટિહાર,તા.૧૨: બિહારના કટિહારમાં એક પતિની જિદગીમાં ત્યારે ભૂકંપ આવી ગયો, જ્યારે તેની પત્ની અચાનક તેના રૂમ સુધી પહોંચી ગઈ. જ્યાં તે એક બીજા મહિલા સાથે હતો. ત્યાર બાદ આ મામલો રૂમમાંથી નીકળી રોડ સુધી પહોંચી ગયો. જોતજોતામાં બંને મહિલા એક બીજાની આમનેસામને આવી ગઈ અને ભારે હોબાળો થયો. આ કિસ્સો મનિહારી વિસ્તારના કુમારીપુરના રહેવાસી વિક્કી રવિદાસ સાથે જોડાયેલો છે. ઘટના રોજિતપુર વિસ્તારમાં બની હોવાનું કહેવાય છે.
૬ બાળકોની માતાના સંપર્કમાં હતો વિક્કીઃ જાણકારી અનુસાર, વિક્કીના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા પ્રિયંકા સાથે થયા હતા. આરોપ છે કે લગ્ન પહેલા જ તે મુન્ની નામની એક મહિલા સાથે સંબંધમાં હતો. મુન્ની પરિણીત હતી અને તેને છ બાળકો પણ છે. દાવો છે કે વિક્કી અને મુન્ની લગભગ પાંચ વર્ષથી એક બીજાના કોન્ટેક્ટમાં હતા. બંનેએ ભાડાના રૂમમાં લગ્ન પણ કર્યા હતા.
શંકા જતાં પત્નીએ પીછો કર્યોઃ આ બાજુ પ્રિયંકાને પતિ પર શંકા ગઈ. ત્યાર બાદ તેણે વિક્કીનો પીછો કર્યો. તે રોજિતપુરમાં આવેલા ભાડાના મકાન સુધી પહોંચી ગઈ. જ્યાં વિક્કી મુન્ની સાથે રહેતો હોવાની વાતો થતી હતી. પ્રિયંકાએ અહીં વિક્કીને મુન્ની સાથે જોઈ લીધો. ત્યાર બાદ ભારે હોબાળો થયો. બંને મહિલા વચ્ચે બોલાચાલી થઈ.
રોડ પર જોવા મળ્યો હાઈવોલ્ટેજ ડ્રામાઃ થોડી વારમાં વિવાદ રૂમમાંથી નીકળી રોડ પર આવી ગયો. બંને મહિલા વિક્કીને પોતાની સાથે રાખવાની જીદે ચડી. બંને વચ્ચે બોલાચાલી થઈ. રસ્તા પર થતાં આ રીતે હોબાળાને જોઈ મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થઈ ગયા. લાંબા સમય સુધી આ ડ્રામા ચાલતો રહ્યો.
વિક્કીએ કહ્યું- બંનેને રાખીશઃ વિક્કીનું કહેવું છે કે તેણે બંને મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. તે બંને પત્નીઓને સાથે રાખવા માગે છે. જો કે બંને મહિલાઓનું શું કહેવું છે એ તો તેમના નિવેદનો પરથી સ્પષ્ટ થશે. આખરે સ્થાનિક લોકોએ ત્રણેયને સમજાવ્યા. ત્યાર બાદ મામલો શાંત પડ્યો. આ ઘટના બાદ આખા વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા થવા લાગી છે કે આખરે વિક્કી કોની સાથે રહેશે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
