News of Wednesday, 12th August 2026
મુકેશ અંબાણીએ દેશના સૌથી ધનિક બિઝનેસ પરિવારોમાં ટોચનું સ્થાન જાળવ્યું
ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ લિસ્ટ જાહેર કરાયું: મિત્તલ અને બિરલાનો પણ સમાવેશ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીની સંપત્તિ ૨૦૨૬માં ૮.૫% ઘટી રૂ.૨૫.૮ લાખ કરોડ નોંધાઈઃ અહેવાલ

મુંબઈ,તા.૧૨: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ વધુ એકવાર દેશના સૌથી ધનિક બિઝનેસ પરિવારોની યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ૨૦૨૬માં તેમની સંપત્તિ ૮.૫ ટકા ઘટી રૂ.૨૫.૮ લાખ કરોડ રહેવા પામી હતી. જ્યારે પ્રથમ પેઢીના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં ૧૯.૬ લાખ કરોડની સંપત્તિ સાથે અમદાવાદ સ્થિત ગૌતમ અદાણીએ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે, તેમ ૨૦૨૬ બાર્કલેઝ પ્રાઈવેટ ક્લાયન્ટ્સ હુરુન ઈન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ લિસ્ટની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં ત્રીજા ક્રમે ટેલિકોમ કંપની એરટેલના પ્રમોટર સુનિલ ભારતી મિત્તલનો સમાવેશ થાય છે. જેમની કુલ સંપત્તિ રૂ.૧૨.૧ લાખ કરોડ છે. જ્યારે પ્રથમ પેઢીના ટ્ટ ઉદ્યોગપતિઓની યાદીમાં તેઓ બીજા ક્રમે સ્થાન પામ્યા છે. યાદીમાં તે પછીના ક્રમે રૂ.૮.૧૪ લાખ કરોડની સંપત્તિ ધરાવતાં કુમાર મંગલમ બિરલાનો સમાવેશ કરાયો છે.
હુરુન ઈન્ડિયાના સ્થાપક અને ચીફ રિસર્ચર અનસ રેહમાન જુનૈદના જણાવ્યાં અનુસાર, ભારતના સૌથી મૂલ્યવાન ફેમિલી બિઝનેસનું મૂલ્ય ૧.૪૬ ટ્રિલિયન ડોલર એટલે કે આશરે રૂ.૧૩૮ લાખ કરોડ જેટલું છે. આ યાદીને આપણે એક દેશ તરીકે જોઈએ તો તે વિશ્વનું ૧૮મું સૌથી મોટું અર્થતંત્ર ગણાય. જે નેધરલેન્ડ્સ, સાઉદી અરેબિયા, સ્વિટઝર્લેન્ડ તથા પોલેન્ડ કરતાં પણ મોટું અર્થતંત્ર હોત
ત્રણ વર્ષમાં જિદાલ પરિવારની સંપત્તિ ૭૦ ટકા વધી
છેલ્લા ત્રણ વર્ષમાં કમાણીની લ્લષ્ટિએ જિઘલ પરિવારે સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ ગાળામાં તેમની સંપત્તિમાં ૭૦ ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. જિદાલ પરિવારે પોતાની સંપત્તિમાં રૂ.૩.૩ લાખ કરોડનો ઉમેરો કર્યો છે, જેને પગલે હવે તેમની કુલ સંપત્તિ વધીને રૂ.૮.૦૨ લાખ કરોડ થઈ છે
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
