<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

એક ભારતીય અબજોપતિ યુગલ વિયેટનામમાં ૪૭ કરોડ રૂપિયાના ખર્ચે લેવિશ લગ્ન કરશે

પાંચ દિવસના આ લગ્નસમારંભમાં ૧૪૦૦થી વધુ મહેમાનો હાજર રહેવાના છે

નવી દિલ્‍હી,તા.૧૨: વિયેટનામના ન્‍હા ટ્રાંગ શહેરમાં એક ભારતીય અબજોપતિ યુગલનાં શાનદાર અને લક્‍ઝુરિયસ લગ્નનો જલસો પ્‍લાન થઈ રહ્યો છે. પાંચ દિવસના આ લગ્નસમારંભમાં ૧૪૦૦થી વધુ મહેમાનો હાજર રહેવાના છે. વિયેટનામના કોસ્‍ટલ સિટીના રિસોર્ટમાં થનારાં આ લગ્નમાં તમામ ટ્રેડિશનલ વિધિઓ, રિસેપ્‍શન અને એન્‍ટરટેઇન્‍મેન્‍ટ શોઝ યોજાશે. ભારતીય અબજોપતિ પરિવારના આ સુપર લક્‍ઝુરિયસ વેડિગમાં લગભગ ૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજિત છે. એના માટે વિયેટનામના કલ્‍ચર, સ્‍પોર્ટ્‍સ અને ટૂરિઝમ ડિપાર્ટમેન્‍ટના લીડરે આ લગ્ન વિશે કહ્યું હતું કે આ લગ્નના આયોજન થકી લગભગ ૬૦૦ લોકોને રોજગાર મળશે.  ડિસેમ્‍બર મહિનામાં આ લગ્ન હશે. ભારતથી ચાર્ટર્ડ ફલાઇટમાં મહેમાનોને વિયેટનામ લાવવામાં આવશે. મહેમાનો રિસોર્ટમાં ચાર રાત રોકાશે અને રોજ દિવસમાં બે મોટી ઇવેન્‍ટ્‍સ અને સેરેમની હશે. આ વિયેટનામનું અત્‍યાર સુધીનું સૌથી ગ્રેન્‍ડ ઇન્‍ડિયન વેડિગ હોવાનું મનાઈ રહ્યું છે.

(10:38 AM IST)