News of Wednesday, 12th August 2026
બાળક ભાંખોડિયાં ભરીને બ્રિજના કિનારે પહોંચી ગયું પણ મા રીલ બનાવતી રહી
વાઇરલ વિડિયોમાં આઠ-દસ મહિનાનું બાળક બ્રિજની રેલિંગ તરફ પહોંચી ગયું, એક અજાણી વ્યક્તિએ સમયસર બાળકને બચાવી લીધું

નવી દિલ્હી,તા.૧૨: આજકાલ રીલ બનાવવાનો નશો યુવાનો પર એટલો ચડ્યો છે કે આસપાસનું ભાન જ નથી રહેતું. તાજેતરમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક મહિલા બાળકને નીચે મૂકીને બ્લુ રંગની સાડીમાં રીલ શૂટ કરી રહી છે અને આઠ-દસ મહિનાનું બાળક ભાંખોડિયાં ભરીને બ્રિજની રેલિગ તરફ જાય છે. યુવતી રીલ બનાવવામાં જ તલ્લીન છે અને બાળક રેલિગ પકડીને ઊભું થઈ જાય છે. જોકે પાછળ બાઇક પર ઊભેલી એક અજાણી વ્યક્તિ તરત જ ત્યાં દોડી આવે છે અને બાળકને ઊંચકી લે છે. જો થોડીક ક્ષણો આમથી તેમ થઈ હોત તો બાળકનો જીવ જોખમમાં પડી જાત.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
