News of Wednesday, 12th August 2026
અમેરિકા ઈરાન જંગની આગઃ લાલ સમુદ્રમાં હૂતી હુમલામાં ૬નાં મોતઃ ઇરાન તરફ જતું જહાજ અમેરિકાએ રોક્યું

વોશિંગ્ટનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો ઉપર વધુ ગંભીર બની રહી છે. યેમનના ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ બાબ અલ-મંદેબ જળમાર્ગ નજીક ઇજિપ્તની માલિકીના ‘તિહામાહ' માલવાહક જહાજ ઉપર મિસાઇલ હુમલો કર્યો હતો. હુમલામાં જહાજના ૪ કર્મચારીઓ૩ પાકિસ્તાની અને ૧ ઇન્ડોનેશિયનમાર્યા ગયા, જ્યારે બચાવ કામગીરી દરમિયાન થયેલા બીજા હુમલામાં ૨ યેમેની બચાવકર્મીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક ૬ થયો છે. અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.
દરમિયાન અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઓમાનના અખાતમાં પનામાના ધ્વજવાળા ‘વેલા નોવા' જહાજને ઇરાન તરફ આગળ વધતું અટકાવ્યું છે. અમેરિકાના જણાવ્યા પ્રમાણે જહાજ ઇરાની બંદરો ઉપર લાગુ દરિયાઈ નાકાબંધીનો ભંગ કરી રહ્યું હતું. અમેરિકન દળોએ તેની દિશાનિયંત્રણ વ્યવસ્થા નિષ્ક્રિય કરી જહાજને ઇરાન પહોંચતું અટકાવ્યું હતું. આ બંને ઘટનાઓને કારણે લાલ સમુદ્ર, બાબ અલ-મંદેબ અને હોર્મુઝ આસપાસના વ્યાપારી જહાજોની સુરક્ષા અંગે ફરી ગંભીર ચિંતા ઊભી થઈ છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
