<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

દિલ્‍હીના અક્ષરધામ ખાતે રેખા ગુપ્‍તાએ ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો

દેશના પાટનગરનું તીર્થ સ્‍થળ ‘આધ્‍યાત્‍મિક અને વારસાગત પર્યટન સંમેલન ૨૦૨૬'નું સાક્ષી

રાજકોટઃ નવી દિલ્‍હીના મુખ્‍યમંત્રી રેખા ગુપ્તાએ અક્ષરધામ મંદિર પરિસરમાં ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો છે.  ‘આધ્‍યાત્‍મિક અને વારસાગત પર્યટન સંમેલન ૨૦૨૬' અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન દિલ્‍હી સરકારના પર્યટન વિભાગ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સદ્‌ગુરુ શ્રી જગ્‍ગી વાસુદેવજી પણ સંમેલનમાં ઉપસ્‍થિત રહેલ. અક્ષરધામ પરિસરમાં વિશેષ ‘હેરીટેજ વૉક'નું આયોજન કરવામાં આવ્‍યું હતું. સદ્‌ગુરૂ શ્રી જગ્‍ગી વાસુદેવજીએ અક્ષરધામ મંદિરના દર્શન કરી મંદિરની આધ્‍યાત્‍મિક ભવ્‍યતા અને દિવ્‍યતાની પ્રશંસા કરી હતી. શ્રીમતી રેખા ગુપ્તાએ અક્ષરધામ પરિસરની પવિત્રતા અને અહીં અનુભવાતી આધ્‍યાત્‍મિક શાંતિ અંગે આનંદ વ્‍યક્‍ત કર્યો હતો. પર્યટન વિભાગ દ્વારા શરૂ કરાયેલા આ ચાર નવા સર્કિટમાં દિલ્‍હીનાં પ્રમુખ મંદિરો, અન્‍ય ધાર્મિક સ્‍થળો ઉપરાંત અત્‍યાર સુધી પર્યટનના નકશા પર ઓછાં ચર્ચાયેલા ઐતિહાસિક અને સાંસ્‍કળતિક સ્‍થળોને પણ આવરી લેવામાં આવ્‍યા છે. પર્યટન વિભાગનો હેતુ એક જ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને દિલ્‍હીની સમળદ્ધ ધાર્મિક અને ઐતિહાસિક વિરાસતનો અનુભવ કરાવવાનો છે. આ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૬માં દિલ્‍હી સરકારે ‘દિલ્‍હીની ધરોહર', ‘દિલ્‍હીનું દિલ અને વિરાસત', ‘દિલ્‍હીનું રહસ્‍ય' અને ‘દિલ્‍હી જુઓ દિલથી' નામે ચાર હેરિટેજ-કલ્‍ચરલ સર્કિટ શરૂ કર્યા હતા. સરકારનું માનવું છે કે આ સર્કિટ લોકપ્રિય બનવાથી સ્‍થાનિક ગાઇડ, પરિવહન સંચાલકો, રેસ્‍ટોરાં, વેપારીઓ તેમજ અન્‍ય નાના વ્‍યવસાયકારો માટે રોજગાર અને આર્થિક તકોમાં વધારો થશે. દિલ્‍હીના અક્ષરધામ સહિત વિશ્વભરમાં ૧,૮૦૦થી વધુ મંદિરો અને આધ્‍યાત્‍મિક કેન્‍દ્રોનું નિર્માણ કરનાર બીએપીએસ સંસ્‍થાના વડા અને આધ્‍યાત્‍મિક ગુરુ પરમ પૂજ્‍ય મહંતસ્‍વામી મહારાજે સૌના ઉત્‍કર્ષ, સુખાકારી, સુસ્‍વાસ્‍થ્‍ય અને નીતિમય જીવન માટે પ્રાર્થના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલનમાં અક્ષરધામના પ્રભારી સંત મુનિવત્‍સલ સ્‍વામી કાર્યરત રહ્યા હતા. 

 

(2:41 PM IST)