તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 12th August 2026
JPSC ભરતી કૌભાંડમાં મોટો ધડાકો: ઇન્ટરવ્યૂના માર્ક્સ વધારવા માટે ₹૫.૮૦ કરોડનો સોદો થયો હોવાનો કથિત દાવો!
ધરપકડ કરાયેલા આરોપી અભય તિવારીની CID સમક્ષ સળગતી કબૂલાત; ૨૦ માંથી ૧૯ ઉમેદવારોને પાસ કરાવાયા, પૂર્વ ચેરમેન અને સભ્યોની ભૂમિકા શંકાના દાયરામાં.

રાંચી : ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) દ્વારા લેવાયેલી ભરતી પરીક્ષાઓમાં એક મોટો અને ભ્રષ્ટાચારથી ભરેલો ખુલાસો સામે આવ્યો છે. કેસની તપાસ કરી રહેલી CID સમક્ષ ધરપકડ કરાયેલા આરોપી અભય તિવારીએ ચોંકાવનારી કબૂલાત કરી છે. તિવારીના નિવેદન મુજબ, ૧૧મી થી ૧૩મી JPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ઇન્ટરવ્યૂના ગુણ વધારવા અને ઉમેદવારોની પસંદગી કરાવવા માટે કરોડો રૂપિયાનો મોટો ખેલ રમાયો હતો. FRO અને ACF ના પદો માટે લગભગ ૨૦ ઉમેદવારો પાસેથી કુલ ₹૫.૮૦ કરોડ વસૂલવામાં આવ્યા હતા, જેમાંથી ૧૯ ઉમેદવારોને સફળતાપૂર્વક પાસ કરાવી દેવામાં આવ્યા હતા.
CID ની પૂછપરછ દરમિયાન અભય તિવારીએ ખુલાસો કર્યો હતો કે માત્ર સિવિલ સર્વિસીસ જ નહીં, પરંતુ CDPO પરીક્ષામાં પણ ઉમેદવારો પાસેથી ₹૧૦ લાખ લેવામાં આવ્યા હતા. ૧૩ વર્ષમાં ૧૨ થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી ચૂકેલા અને TDPL માં પૂર્વ મેનેજર રહેલા તિવારીને પરીક્ષા પ્રક્રિયાના છિદ્રોની પૂરી જાણકારી હતી. તેણે કમિશનના તત્કાલીન ચેરમેન ઉપરાંત પૂર્વ સભ્યો જમાલ અહેમદ, અજિતા ભટ્ટાચાર્ય અને અનિમા હંસદાનો સંપર્ક કરીને ઇન્ટરવ્યૂ સેટ કરવાનો દાવો કર્યો છે.
આ સળગતા દાવાઓ બાદ તપાસ એજન્સી CID એ પોતાના તાર વધુ મજબૂત કર્યા છે. હવે એજન્સી દ્વારા કથિત નાણાકીય વ્યવહારો, બેંક ડિટેલ્સ, ઇન્ટરવ્યૂના ગુણોનું મોનિટરિંગ અને ઉમેદવારોની યાદીની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. કમિશનના અધિકારીઓ અને ભૂતપૂર્વ સભ્યોની ભૂમિકા પણ તપાસ હેઠળ આવતાં, જો આ આરોપો સાચા સાબિત થશે તો JPSC ભરતી પ્રક્રિયામાં મોટું રાજકીય અને વહીવટી વંટોળ આવવાની પૂરેપૂરી શક્યતા છે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
