<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

ડાયાબિટીસ અને વજન ઘટાડવાની નવી દવાઓથી ટાલ પડવાનું જોખમ: 'ઓઝેમ્પિક' જેવી દવાઓ પર નવા સંશોધનમાં મોટો ખુલાસો

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ GLP-1RA કેટેગરીની દવાઓ લેતા દર્દીઓમાં અન્ય દવાની તુલનાએ વાળ ખરવાનો દર 37% વધુ નોંધાયો : જેના મુખ્ય કારણોમાં ઝડપી વજન ઘટાડો અને પોષણની અછત જવાબદાર છે

ટાઇપ-2 ડાયાબિટીસના નિયંત્રણ અને ઝડપી વજન ઘટાડવા માટે વૈશ્વિક સ્તરે અત્યંત લોકપ્રિય બનેલી 'ઓઝેમ્પિક' , 'વેગોવી'  અને 'મૌંજારો'  જેવી GLP-1 રીસેપ્ટર એગોનિસ્ટ  દવાઓ વિશે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. 'ધ બ્રિટિશ મેડિકલ જર્નલ' માં પ્રકાશિત તાજેતરના વૈશ્વિક સંશોધન અનુસાર, આ દવાઓનો ઉપયોગ કરનારા દર્દીઓમાં SGLT-2 અવરોધક દવાઓ લેતા દર્દીઓની સરખામણીએ એલોપેસીયા એટલે કે વાળ ખરવાનું (ટાલ પડવાનું) જોખમ 37% વધુ હોવાનું જાણવા મળ્યું છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ દવાઓ સીધી રીતે વાળના મૂળને નુકસાન પહોંચાડતી નથી, પરંતુ દવા લીધા પછી શરીરમાં થતા ઝડપી ચયાપચયિક અને હોર્મોનલ ફેરફારો તેના માટે જવાબદાર છે. અચાનક અને ઝડપથી વજન ઘટે ત્યારે શરીર શારીરિક તણાવ અનુભવે છે, જેના કારણે વાળનો વિકાસ ચક્ર (ખોરવાઈ જાય છે. આ સિવાય કેલરી ઘટાડાને કારણે આયર્ન અને ઝિંક જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ સર્જાય છે, જે 'ટેલોજન એફ્લુવિયમ'  પ્રકારના સમૂહમાં વાળ ખરવાનું મુખ્ય કારણ બને છે.

જોકે, તબીબોએ સ્પષ્ટ કર્યું છે કે આ દવાથી થતું એલોપેસીયા 'નોન-સ્કારિંગ' (Non-scarring) હોય છે, એટલે કે વાળના ફોલિકલ્સ (મૂળ) સલામત રહે છે અને વજન સ્થિર થયા પછી અથવા તબીબી માર્ગદર્શન હેઠળ યોગ્ય પોષણ લેવાથી વાળ ફરી ઉગી શકે છે. તબીબોએ સખત ચેતવણી આપી છે કે ડાયાબિટીસ કે વજન ઘટાડવાના દર્દીઓએ ડોક્ટરની સલાહ વગર આ દવાઓ શરૂ કરવી નહીં કે અચાનક બંધ કરવી નહીં, કારણ કે તેનાથી બ્લડ સુગર ખતરનાક સ્તરે વધી શકે છે. દવાની સાથે સંતુલિત આહાર અને યોગ્ય જીવનશૈલી જાળવવી અત્યંત જરૂરી છે.

(7:54 PM IST)