તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 13th August 2026
અમિતભાઈ શાહ સાથે અર્જુનભાઈ મોઢવાડિયાની મુલાકાત
અમદાવાદ સાયન્સ સિટીના વિસ્તરણ,ગુજરાતને વિશ્વસ્તરીય વિજ્ઞાન, ઈનોવેશન અને ટેક્નોલોજીનું હબ બનાવવુ સહિતના વિષયો પર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રીનુ મુલ્યવાન માર્ગદર્શન પ્રાપ્ત કર્યું

રાજકોટ::ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિતભાઈ શાહ સાથે આત્મીય મુલાકાત કરીને અમદાવાદ સ્થિત સાયન્સ સિટીના વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સાથે જ ગુજરાતને વિશ્વસ્તરીય વિજ્ઞાન, ઈનોવેશન અને ટેક્નોલોજીનું હબ બનાવવાના દૃષ્ટિકોણ સાથે નવા પ્રોજેક્ટ્સ, અદ્યતન સુવિધાઓ અને યુવા પેઢી માટે વૈજ્ઞાનિક અનુભવને વધુ સમૃદ્ધ બનાવવાના વિષયો પર અમિતભાઈ શાહનું મુલ્યવાન માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
