હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
BSNLનો જોરદાર ધમાકો!: માત્ર ₹૧ ના પ્લાનની ગ્રાન્ડ એન્ટ્રી; ૨૪ દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ, ડેટા અને SMS નો મેળવો સુપરફાસ્ટ લાભ!
સ્વતંત્રતા પર્વ નિમિત્તે સરકારી ટેલિકોમ કંપનીની ગ્રાહકોને મોટી ભેટ; નવું કનેક્શન લેનારા ગ્રાહકો માટે ધમાકેદાર ફર્સ્ટ રિચાર્જ કૂપન ઑફર જાહેર

નવી દિલ્હી: તા.13 ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે સરકારી ટેલિકોમ કંપની BSNL એ પોતાના નવા ગ્રાહકો માટે એક અત્યંત લોકપ્રિય અને ધમાકેદાર ઓફર પાછી લાવીને માર્કેટમાં સનસનાટી મચાવી દીધી છે. BSNL એ પોતાનો ચર્ચિત ₹૧ નો આકર્ષક રીચાર્જ પ્લાન નવા ફાયદાઓ સાથે ફરીથી લોન્ચ કરી દીધો છે. આ મામૂલી રૂ. ૧ ના પ્લાનમાં ગ્રાહકોને પૂરા ૨૪ દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગ, ડેટા અને દૈનિક SMS સુવિધાનો મોટો લાભ આપવામાં આવી રહ્યો છે.
કંપની દ્વારા લાવવામાં આવેલો આ નવો ₹૧ નો પ્લાન ખાસ કરીને નવા ગ્રાહકો માટે 'ફર્સ્ટ રિચાર્જ કૂપન' (FRC) તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કે જે ગ્રાહકો પ્રથમ વખત BSNL નું નવું સિમ કાર્ડ ખરીદીને એક્ટિવેટ કરશે, તેઓને સિમ એક્ટિવેશન બાદ પૂરા ૨૪ દિવસ સુધી કોઈ પણ વધારાના રીચાર્જ વગર લોકલ અને STD અનલિમિટેડ ફ્રી કોલિંગની સેવા મળશે.
આ પ્લાનના અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ તો, ૨૪ દિવસની આખી વેલિડિટી દરમિયાન યુઝર્સને કુલ ૧GB ડેટાનો ઉપયોગ કરવા મળશે. આ સિવાય દરરોજ ૧૦૦ ફ્રી SMS ની સુવિધા પણ આ પ્લાનમાં સામેલ કરવામાં આવી છે. જોકે, અગાઉના જૂના ₹૧ ના પ્લાનની સરખામણીએ આ વખતે કંપનીએ સુવિધાઓમાં થોડો ફેરફાર કર્યો છે; અગાઉ આ પ્લાનમાં ૩૦ દિવસની વેલિડિટી અને દરરોજ ૨GB ડેટા મળતો હતો, જે હવે ઘટાડીને ૨૪ દિવસ અને કુલ ૧GB ડેટા કરાયો છે.
આમ છતાં, માત્ર ૧ રૂપિયાની નજીવી કિંમતમાં ૨૪ દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ અને SMS સુવિધા આપવી એ હાલના ટેલિકોમ ક્ષેત્રે એક મોટો ચમત્કાર માનવામાં આવે છે. ખાનગી ટેલિકોમ કંપનીઓના મોંઘા પ્લાનથી પરેશાન ગ્રાહકોને આકર્ષવા અને નવું ગ્રાહક આધાર ઊભું કરવા માટે BSNL નો આ માસ્ટરસ્ટ્રોક ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
