હિન્દુ લગ્નો માટે માત્ર ડોક્યુમેન્ટ નહીં, વિધિઓના પુરાવા પણ જરૂરીઃ હાઈકોર્ટ
પટણા હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો : પતિના મૃત્યુ પછી સાસરિયાએ દિયર સાથે લગ્ન કરાવ્યાનો મહિલાનો દાવો પ્રમાણપત્રોના અભાવે કોર્ટે ફગાવ્યો

પટણા,તા.૧૪: પટણા હાઈકોર્ટે એક ચુકાદના સંદર્ભમાં કહ્યું હતું કે હિન્દુ લગ્નો માટે માત્ર પ્રમાણપત્રો જરૂરી નથી. ધાર્મિક વિધિ વિધાન થયા તેના પુરાવા પણ એટલા જ મહત્ત્વના છે.
ભરણપોષણનું પ્રમાણ કે ચૂંટણીકાર્ડમાં મહિલાના નામની પાછળ પતિનું નામ હોય તો એ લગ્નનું પ્રમાણ નથી. લગ્ન ક્યારે થયા, ક્યાં થયા, કઈ ધાર્મિક વિધિથી થયા તેની જાણકારી પણ હોવી જોઈએ.
૧૯૯૦માં દુર્ગાવતીના લગ્નમાં સુરેશ ચૌધરી સાથે થયા હતા. ૧૯૯૭માં સુરેશનું મૃત્યુ થયું પછી સાસરિયાના કહેવાથી સહમતીથી દુર્ગાવતીએ સુરેશના નાનાભાઈ એટલે કે દુર્ગાવતીના દિયર સચિતા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. એ પછી બંને વચ્ચે કોઈ વિવાદ થયો એટલે કોર્ટમાં કેસ પહોંચ્યો ત્યારે કોર્ટે દુર્ગાવતીને સચિતાની પત્ની ગણીને એક હજાર રૂપિયાના ભરણપોષણનો આદેશ પણ આપ્યો હતો.
સચિતા ચૌધરીએ દુર્ગાવતી સાથે લગ્ન કર્યાનો ઈનકાર કર્યો હતો એટલે ન હોવાથી એ લગ્ન માન્ય નથી. આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. કેસ ફેમિલી કોર્ટમાં ચાલ્યો હતો. ફેમિલી કોર્ટે વિવિધ પુરાવા, ગવાહોના આધારે ચુકાદો આપ્યો હતો કે સચિતા સાથે દુર્ગાવતીના લગ્ન થયાના પર્યાપ્ત પુરાવા કારણ કે દુર્ગાવતીને લગ્નનું સ્થળ, તારીખ કે વિધિઓની ખબર જ ન હતી. વળી, ૨૦૦૩ની મતદાર યાદીમાં દુર્ગાવતીના પતિનું નામ સચિત ચૌધરી હતું, પરંતુ ૨૦૦૯માં સુરેશ ચૌધરી હતું. દુર્ગાવતીને પુરોહિતનું નામ ખબર ન હતું. બીજા સાક્ષીઓના નિવેદનોમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો હતો. કોઈ સાક્ષીઓએ સપ્તપદી કે સિદુરદાનનો ઉલ્લેખ કર્યો ન હતો.
આ કેસમાં હાઈકોર્ટે કહ્યું હતું કે ચૂંટણીકાર્ડ એ લગ્નનું પ્રમાણપત્ર નથી. હિન્દુ લગ્નોમાં વિધિવિધાન પણ મહત્ત્વના છે.
નીચલી કોર્ટે ભરણ પોષણનો આદેશ આપ્યો હોય તેને લગ્નનું પ્રમાણ ન ગણી શકાય. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પટણા હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો અને તેમાં દખલ દેવાનો ઈનકાર કર્યો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
