<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

લિસ્‍ટિંગ હોય તો આવું: GMPને પણ પાછળ મૂકી દીધોઃ ૩૪ ટકાના પ્રીમિયમ પર લિસ્‍ટ થયો IPO

૨૦૦-૨૧૨ રૂપિયાના પ્રાઈસ બેન્‍ડ સામે ઈશ્‍યૂ BSE પર ૨૮૫ રૂપિયા એટલે કે, ૩૪.૪૩ ટકાના પ્રીમિયમ પર લિસ્‍ટ થયો

નવી દિલ્‍હી તો૧૪: Technocraft Ventures IPOએ શેરબજારમાં ધૂમ મચાવી દીધી છે. ૨૦૦-૨૧૨ રૂપિયાના પ્રાઈસ બેન્‍ડ સામે ઈશ્‍યૂ ગ્‍લ્‍ચ્‍ પર ૨૮૫ રૂપિયા એટલે કે, ૩૪.૪૩ ટકાના પ્રીમિયમ પર લિસ્‍ટ થયો છે. જ્‍યારે NSE પર ૨૮૪ રૂપિયા એટલે કે, ૩૩.૯૬ ટકાના પ્રીમિયમ પર લિસ્‍ટ થયો છે. GMPને જોઈએ તો તે ૧૮.૮૭%ના પ્રીમિયમ પર લિસ્‍ટિંગના સંકેત આપી રહ્યો હતો, જેની સામે ૩૦ ટકાથી વધારે પ્રીમિયમ પર લિસ્‍ટિંગ રોકાણકારો માટે મોટા ગુડ ન્‍યૂઝ છે.

ટેકનોક્રાફટ વેન્‍ચર્સ આઈપીઓ માટે ૨૦૦-૨૧૨ રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્‍ડ નક્કી કરવામાં આવ્‍યો હતો. એક લોટમાં ૭૦ શેર હતા. જેના કારણે રોકાણકારોએ એકસાથે ૧૪,૮૪૦ રૂપિયાનો દાવ લગાવવો જરૂરી હતો.

આઈપીઓ દ્વારા કંપનીએ ૯૫ લાખ ફ્રેશ શેર જારી કર્યા છે. જ્‍યારે ઓફર ફોર સેલ હેઠળ વર્તમાન રોકાણકારો દ્વારા ૨૪ લાખ રૂપિયાના શેરનું વેચાણ કરવામાં આવ્‍યું છે.

IPOથી એકત્રિત કરવામાં ૧૫૦ કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની વર્કિગ કેપિટલમાં કરશે. જ્‍યારે, બાકી બચેલા રૂપિયાનો ઉપયોગ જનરલ કોર્પોરેટ કાર્યોમાં થશે. જાણકારી અનુસાર, ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી આ કંપની પાસે કૂલ ૧,૨૩૫.૯૦ કરોડ રૂપિયાનું કામ હતું

(3:17 PM IST)