News of Friday, 14th August 2026
રાહુલ ગાંધીના નિવેદન પર વિદેશ મંત્રાલયનો જડબાતોડ જવાબ: "ઇટાલી સાથે ભારતના સંબંધો ખૂબ જ ઊંડા અને મજબૂત!"
પીએમ મોદીની વિદેશ નીતિ અંગે વિપક્ષી નેતાના કટાક્ષને વિદેશ મંત્રાલયે ફગાવ્યો: બે દેશો વચ્ચેની મિત્રતાને આદરપૂર્ણ માળખામાં જાળવવી અત્યંત જરૂરી

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ પર કરાયેલી ટિપ્પણીઓ બાદ ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) કડક અને સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધો અત્યંત ગાઢ, ઊંડા અને મજબૂત છે, તેમજ તેને કોઈ રાજકીય વિવાદમાં ઢસડવાને બદલે પરસ્પર આદરના માળખામાં જાળવવું જરૂરી છે.
મીડિયા બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલને રાહુલ ગાંધીના નિવેદન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, "અમારા ઇટાલી સાથે ખૂબ જ મજબૂત સંબંધો છે અને અમે આ ભાગીદારીને વધુ ઊંચાઈ પર લઈ જવા માંગીએ છીએ. જ્યાં સુધી બે સાર્વભૌમ દેશો વચ્ચેની મિત્રતા અને સંબંધોનો સવાલ છે, તેમને હંમેશા આદરપૂર્ણ માળખામાં જાળવવા જોઈએ."
વિદેશ મંત્રાલયના આ નિવેદનને રાહુલ ગાંધી દ્વારા વિદેશ નીતિ પર કરાયેલા કટાક્ષના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે વૈશ્વિક સ્તરે ભારતની રાજદ્વારી વ્યૂહરચના અને મિત્ર દેશો સાથેના સંબંધો રાજકીય નિવેદનબાજીથી પર છે અને બંને દેશો વચ્ચેના સકારાત્મક સંબંધો ભવિષ્યમાં વધુ ગાઢ બનશે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
