હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેંગકોક-નવી દિલ્હી એર ઇન્ડિયા ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ સર્જાઈ મોટી ટેકનિકલ ખામી: પાયલોટે ઇમરજન્સી બ્રેક મારી વિમાન રનવે પર જ રોકી દીધું!
હાઇડ્રોલિક નિષ્ફળતાના અહેવાલો વચ્ચે ૨૫૦ થી વધુ મુસાફરો ૨૪ કલાક સુધી બેંગકોકમાં અટવાયા; એર ઇન્ડિયાએ ટેકનિકલ ખામી દૂર કરી ફ્લાઇટ રવાના કરી.

નવી દિલ્હી: બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટથી નવી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI 2335) માં ટેકઓફની છેલ્લી ઘડીએ જ મોટી ટેકનિકલ ખામી સર્જાતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પાયલોટને કોકપીટમાં ટેકનિકલ ગરબડનો સંકેત મળતાં જ તેણે ત્વરિત નિર્ણય લઈને ઇમરજન્સી બ્રેકનો ઉપયોગ કર્યો હતો અને વિમાનને રનવે પર જ સુરક્ષિત રીતે રોકી લીધું હતું. આ વિમાનમાં ૨૫૦ થી વધુ મુસાફરો સવાર હતા, જેમના જીવ પાયલોટની સતર્કતાને કારણે બચી ગયા હતા.
જોકે, આ ઘટનાના પરિણામે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ નિર્ધારિત સમય કરતાં લગભગ ૨૪ કલાક સુધી બેંગકોક એરપોર્ટ પર અટવાઈ રહ્યા હતા. આખરે તમામ મુસાફરોને શુક્રવારે સાંજે સુરક્ષિત રીતે દિલ્હી લાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વહેતી થઈ હતી કે વિમાનની હાઇડ્રોલિક સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી, પરંતુ એર ઇન્ડિયાના પ્રવક્તાએ આ દાવો સ્પષ્ટપણે ફગાવી દીધો હતો.
એર ઇન્ડિયા તરફથી જણાવાયું હતું કે હાઇડ્રોલિક ફેલ્યોર જેવી કોઈ ગંભીર ઘટના બની નહોતી અને તકનીકી ખામીને માત્ર બે થી ત્રણ કલાકમાં જ સુધારી દેવામાં આવી હતી. સમારકામ પૂર્ણ થયા બાદ આ જ વિમાનનો ઉપયોગ આગળની ફ્લાઇટ્સ માટે પણ કરવામાં આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
