News of Monday, 17th August 2026
ભારતમાં જેન ઝીની વસ્તી ૩૭.૭ કરોડઃ રૂપિયા ૨ લાખ કરોડનું બજાર
ભારતમાં ૧૯૯૭-૨૦૧૨ વચ્ચે જન્મેલી જેન ઝી પેઢી ૩૭.૭ કરોડની વસ્તી સાથે બજારની દિશા નક્કી કરી રહી છે : ૨૦૩૫ સુધીમાં તેમની ખર્ચ ક્ષમતા ડોલર ૨ ટ્રિલિયન (આશરે રૂા.૧૯૦ લાખ કરોડ) સુધી પહોંચી જશે : ભારતીય બજાર માટે જેન ઝી માત્ર સામાન્ય ગ્રાહક નથી, પરંતુ તે દેશનું આર્થિક ભવિષ્ય છે. એક એવી પેઢી છે જે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન સાથે જ મોટી થઈ છે. જો બ્રાન્ડ્સ તેમની સાથે પ્રમાણિક, પારદર્શક અને અર્થપૂર્ણ જોડાણ બનાવશે

નવી દિલ્હી તા.૧૭: આજના ઝડપથી બદલાતા ભારતીય અર્થતંત્રમાં એક એવી પેઢી ઉભરી આવી છે જે બજારના નિયમો જાતે નક્કી કરી રહી છે. આ પેઢી છે જેન ઝી એ યુવા પેઢી જેનો જન્મ ૧૯૯૭ થી ૨૦૧૨ વચ્ચે થયો છે. વિશ્વભરના દર ૫ યુવાનોમાંથી ૧ યુવાન ભારતમાં રહે છે. જેન ઝી પેઢી કોઈ પણ જૂની પરંપરાગત બ્રાન્ડની પાછળ અંધ બનીને દોડતી નથી, કે નથી બીજાની મંજૂરીની રાહ જોતી. તેઓ પોતાની શરતો પર ખરીદી કરે છે, પોતાની મરજીથી ખર્ચ કરે છે અને પોતાના નિર્ણયોથી સમગ્ર માર્કેટની દિશા નક્કી કરે છે. જે બ્રાન્ડ્સ જેન ઝીની પસંદ-નાપસંદ ઓળખી લેશે, તે આગામી દાયકાના બજાર પર રાજ કરશે.
Snap Inc. ±Þõ Boston Consulting Group (BCG)ના રિપોર્ટ મુજબ, ભારતમાં જેન ઝીની વસ્તી ૩૭.૭ કરોડ છે, જે દેશની કુલ વસ્તીના ૨૭% જેટલી થાય છે. એટલે કે ભારતમાં દર ૪ માંથી ૧ કરતાં વધુ વ્યક્તિ જેન ઝી છે.
જેન ઝી માત્ર સંખ્યામાં મોટી નથી, પરંતુ તેમની ખર્ચ કરવાની ક્ષમતા પણ જબરદસ્ત છે.
સીધો (Direct) ÂÇý: Deloitte-FICCI ના રિપોર્ટ મુજબ, ૨૦૨૫ માં જેન ઝીનો સીધો ખર્ચ (પોતાની કમાણીમાંથી થયેલો ખર્ચ) ડોલર ૨૫૦ બિલિયન (આશરે રૂા.૨૩.૮૫ લાખ કરોડ) રહ્યો હતો.
કુલ વપરાશ અને પ્રભાવઃ CG અને Snap Inc. ના રિપોર્ટ અનુસાર, ભારતીયોના કુલ વાર્ષિક ખર્ચમાં જેન ઝીનો હિસ્સો ૪૩% છે. જેન ઝીનો કુલ ખર્ચ ડોલર ૮૬૦ બિલિયન (આશરે રૂા. ૮૨.૦૭ લાખ કરોડ) છે. આમાંથી ડોલર ૬૬૦ બિલિયન (આશરે રૂા.૬૨.૯૮ લાખ કરોડ) જેટલો ખર્ચ જેન ઝીના પ્રભાવ હેઠળ થાય છે. જેમ કે, માતા-પિતા પોતાના બાળકોની પસંદગી મુજબ (પોતાના કે પોતાના ઘર માટે) વસ્તુઓ ખરીદતા હોય છે.
જેન ઝીનો ખર્ચ દરેક ક્ષેત્રમાં ફેલાયેલો છે, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં તેનો દબદબો સ્પષ્ટ નજરે આવે છે.
ફૂટવેર- ૫૦%
રેસ્ટોરન્ટ ફૂડ- ૪૮%
મનોરંજન- ૪૮%
ફેશન અને લાઇફસ્ટાઇલ- ૪૪%
બ્યુટી અને પર્સનલ કેર- ૪૪%
ભવિષ્યની તેજી અને જીવનશૈલી આવનારા સમયમાં જેન ઝીની આર્થિક શક્તિ અભૂતપૂર્વ ઝડપે વધવાની છે.
૨૦૩૦ થી ૨૦૩૫ સુધીનો અંદાજઃ નિષ્ણાતોના મતે ૨૦૩૦ સુધીમાં જેન ઝી પાસે રુા.૧૨૦ લાખ કરોડનું બજેટ હશે, અને ૨૦૩૫ સુધીમાં તેમની ખર્ચ ક્ષમતા ડોલર ૨ ટ્રિલિયન (આશરે રૂા.૧૯૦ લાખ કરોડ) સુધી પહોંચી જશે.
આત્મનિર્ભર પેઢીઃ ૨૦૨૫ સુધીમાં દર ૨ માંથી ૧ જેન ઝી યુવાન કમાતો થઈ ગયો છે.
ટ્રાવેલ અને લક્ઝરીઃ Cleartrip ના ડેટા મુજબ, જેન ઝીની ટ્રાવેલ બુકિગમાં ૬૫૦% નો વધારો નોંધાયો છે, અને ૮૯% યુવાનો પોતાનું ટ્રાવેલ બજેટ વધારવા માંગે છે.
EMI અને લક્ઝરી બ્રાન્ડ્સઃ ૭૦% જેન ઝી આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ્સ ખરીદવાની ઈચ્છા ધરાવે છે અને તેઓ EMI તથા નો-કોસ્ટ ક્રેડિટનો સ્માર્ટ ઉપયોગ કરી રહ્યા છે.
જેન ઝીની ખરીદીની શૈલી અગાઉની પેઢીઓ કરતાં સાવ અલગ છે. ડિજિટલ સ્માર્ટ શોપિગઃ તેઓ ફિઝિકલ સ્ટોરમાં ઊભા રહીને પણ પોતાના ફોન પર રિવ્યૂ અને ક્રિએટર્સના પેજ ચેક કરે છે. તેમનામાં આ આદત મિલેનિઅલ્સ કરતાં ૧.૫ ગણી વધુ જોવા મળે છે.
ઇન્ફલુએન્સર પ્રભાવઃ ૭૨% જેન ઝી ખરીદીની પ્રેરણા માટે ઓનલાઇન ક્રિએટર્સ પર આધાર રાખે છે. એટલે કે તેઓ ઇન્ફલુએન્સર્સના સૂચનોના આધારે ખરીદી કરતા હોય છે.
શોપિગ એપ્સનો દબદબોઃ દર ૧૦ માંથી ૮ યુવાનો Amazon, Flipkart અને Meesho જેવી એપ્સથી ખરીદી કરે છે.
નિયમિત ખરીદદારોઃ ૬૯% જેન ઝી દર મહિને ઓછામાં ઓછી એક વાર ઓનલાઇન ખરીદી ચોક્કસ કરે છે.
ટ્રેન્ડને પ્રાથમિકતાઃ તેઓ જૂની બ્રાન્ડ પ્રત્યે વફાદારી રાખવા કરતાં નવા ટ્રેન્ડ્સને વધુ પસંદ કરે છે. આ બાબતે તેઓ મિલેનિઅલ્સ કરતાં ૧.૭ ગણા વધુ ટ્રેન્ડ-કેન્દ્રિત છે.
Fortune India અનુસાર, જેન ઝીનો સરેરાશ માસિક પગાર રૂા. ૨૭,૦૦૦ છે. શરૂઆત સરેરાશ રૂા.૨૦,૦૦૦થી થાય છે. નવી લોન કે ક્રેડિટ શોધનારામાં ૪૧% હિસ્સો જેન ઝીનો છે. રૂા.૩૦,૦૦૦ ની માસિક આવક પર તેઓ રૂા.૪૦ લાખ સુધીની લોન લેવાની ક્ષમતા ધરાવે છે. નોંધનીય છે કે, ૨૦૨૫ ના પ્રથમ છ મહિનામાં લેવાયેલી પર્સનલ લોનમાંથી ૨૭% લોન માત્ર ટ્રાવેલ માટે લેવાઈ હતી.
હાલના આંકડા દર્શાવે છે કે ૪૫% બ્રાન્ડ્સ જેન ઝીની ક્ષમતા જાણે છે, પરંતુ માત્ર ૧૫% બ્રાન્ડ્સે તેમને ટાર્ગેટ કરવા માટે સક્રિય પગલાં લીધાં છે. એટલે કે ૮૫% બ્રાન્ડ્સ હજુ પણ આ સુવર્ણ તક ચૂકી રહી છે.
નાના શહેરોમાં ડિજિટલ ક્રાંતિઃ Financial Express મુજબ, ૬૦% થી વધુ ઇ-કોમર્સ વ્યવહારો Tier 2 અનõ Tier 3 શહેરોમાંથી આવે છે. જેન ઝી માત્ર મેટ્રો શહેરો પૂરતી મર્યાદિત નથી.
ઓનલાઇન રિટેલ વૃદ્ધિઃ Deloitte અનુસાર, ભારતનું ઓનલાઇન રિટેલ માર્કેટ ૨૦૨૪ ના ઼૭૫ બિલિયનથી વધીને ૨૦૩૦ સુધીમાં ઼૨૬૦ બિલિયન થવાની ધારણા છે, જેનું નેતૃત્વ જેન ઝી કરશે.
પ્રમાણિકતાઃ માત્ર ભપકાદાર જાહેરાતો કે સેલ્સ ઝુંબેશ આ પેઢીને આકર્ષી શકતી નથી. બ્રાન્ડ્સે ‘આ ખરીદો' કહેવાને બદલે ‘અમે તમારા જીવનમાં શું મૂલ્ય ઉમેરી શકીએ?' એ રીતે પોતાની પ્રોડક્ટ રજૂ કરવી પડશે.
કમ્યુનિટી 2જેવી બ્રાન્ડ્સ માત્ર ઉત્પાદનો વેચતી નથી, પરંતુ એક સ્પોર્ટ્સ કમ્યુનિટીનો હિસ્સો બનાવે છે. જેન ઝી એવી બ્રાન્ડ્સને પસંદ કરે છે જ્યાં તેમને જોડાણનો અહેસાસ થાય.
ઉત્પાદનનું મૂલ્યઃ તેઓ પોકળ પ્રતિષ્ઠા કરતાં ઉત્પાદનના વાસ્તવિક મૂલ્યને વધુ મહત્ત્વ આપે છે. એટલે કે નાણાંના હિસાબે પ્રોડક્ટ કેટલી વાજબી છે તે જેન ઝી જુએ છે. જેન ઝી દેશના આર્થિક ભવિષ્યનો પણ આધાર છે
ભારતીય બજાર માટે જેન ઝી માત્ર સામાન્ય ગ્રાહક નથી, પરંતુ તે દેશનું આર્થિક ભવિષ્ય છે. આ એક એવી પેઢી છે જે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન સાથે જ મોટી થઈ છે. જો બ્રાન્ડ્સ તેમની સાથે પ્રમાણિક, પારદર્શક અને અર્થપૂર્ણ જોડાણ બનાવશે, તો જેન ઝી માત્ર ખરીદદાર બનીને નહીં રહે, પરંતુ તે બ્રાન્ડની સૌથી મોટી બ્રાન્ડ એમ્બેસેડર પણ બની જશે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
