News of Monday, 17th August 2026
રાહુલ ગાંધીને રાહતઃ સુપ્રીમ કોર્ટે અપ્રમાણસર સંપત્તિ કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટની સુનાવણી પર રોક લગાવી
સીબીઆઈ અને ઇડીને તપાસ રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ ન કરવા આદેશઃ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ફરિયાદીની દાનત સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી, તા.૧૭: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અપ્રમાણસર સંપત્તિના આરોપોની સુનાવણી સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મહત્વની વચગાળાની રાહત મળી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે અલ્હાબાદ હાઇકોર્ટની કામગીરી પર રોક લગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ફરિયાદી, સીબીઆઈ અને ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને નોટિસ ફટકારીને નિર્દેશ આપ્યો છે કે આ ઍજન્સીઓઍ પોતાની તપાસ સંબંધિત કોઈ પણ રિપોર્ટ આગામી આદેશ સુધી હાઇકોર્ટમાં દાખલ કરવો નહીં.
સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ પ્રક્રિયાને કાનૂની આધાર વગરની અને વિચ હન્ટ ગણાવી હતી. તેમણે દલીલ કરી હતી કે આ ફરિયાદી ચોક્કસ રાજકીય વિચારધારા ધરાવે છે અને વારંવાર રાહુલ ગાંધીને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરી રホા છે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે પણ સીબીઆઈની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવતા પૂછયું હતું કે જો આરોપો ગંભીર હતા તો ઍજન્સીઍ પોતાની રીતે કાર્યવાહી કરવાને બદલે હાઇકોર્ટના આદેશની રાહ કેમ જોઈ.
આ સમગ્ર મામલો કર્ણાટક ભાજપના કાર્યકર વિગ્નેશ શિશિર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પરથી શરૂ થયો હતો, જેમાં રાહુલ ગાંધી પર આવક કરતાં વધુ સંપત્તિ હોવાનો આરોપ લગાવાયો હતો. અગાઉ મે મહિનામાં અલ્હાબાદ હાઇકોર્ટે તપાસ ઍજન્સીઓને કાયદા મુજબ આગળ વધવાની સ્વતંત્રતા આપી હતી, જેને રાહુલ ગાંધીઍ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. હવે સર્વોચ્ચ અદાલતના આ આદેશ બાદ હાઇકોર્ટમાં આગામી સુનાવણી મુલતવી રહેશે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
