તા. ૫ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૦ સોમવાર
News of Monday, 17th August 2026
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન દ્વારા નવી રાષ્ટ્રીય ટીમોની જાહેરાત : રામ માધવની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વાપસી : સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓને રાષ્ટ્રીય મહામંત્રીની જવાબદારી
ગુજરાતમાંથી વર્ષાબેન દોશી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તા રાષ્ટ્રીય મંત્રી તથા ડૉ. હેમાંગ જોશી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમાયા : નવી નિયુક્તિઓ તાત્કાલિક અસરથી લાગુ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન દ્વારા પાર્ટીના નવા રાષ્ટ્રીય હોદ્દેદારો અને વિવિધ પાંખોના મોરચા અધ્યક્ષોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતેથી રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણ સિંહની સહી સાથે જાહેર કરાયેલી આ યાદીની તમામ નિયુક્તિઓ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ:
નવી ટીમમાં કુલ ૧૩ નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં રાજસ્થાનમાંથી શ્રીમતી વસુંધરા રાજે સિંધિયા, ઉત્તરાખંડમાંથી તીરથ સિંહ રાવત, દિલ્હીમાંથી રામ માધવ, ઓડિશામાંથી વૈજયંત જય પાંડા, આંધ્ર પ્રદેશમાંથી શ્રીમતી ડી. પુરંદેશ્વરી, ઉત્તર પ્રદેશમાંથી શ્રીમતી રેખા વર્મા, ગુજરાતમાંથી શ્રીમતી વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી, મહારાષ્ટ્રમાંથી શ્રીમતી (ડૉ.) ભારતી પ્રવીણ પવાર, પંજાબમાંથી સરદાર મનપ્રીત સિંહ બાદલ, મધ્ય પ્રદેશમાંથી લાલ સિંહ આર્ય, કર્ણાટકમાંથી પ્રો. એમ. નાગરાજ, ઉત્તર પ્રદેશમાંથી પ્રો. તારિક મંસૂર અને પશ્ચિમ બંગાળમાંથી શ્રીમતી (ડૉ.) મધુચંદ્રા કરનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય મહામંત્રી અને સંગઠન ટીમ:
પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) તરીકે દિલ્હીના બી.એલ. સંતોષ યથાવત રહ્યા છે. રાષ્ટ્રીય સહ મહામંત્રી (સંગઠન) તરીકે મુંબઈના શિવપ્રકાશ અને ચંદીગઢના સંતોષ સિંહની વર્ણી કરાઈ છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય મહામંત્રી તરીકે ૮ નેતાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્રના વિનોદ તાાવડે, દિલ્હીના સુનીલ બંસલ, ત્રિપુરાના બિપ્લબ કુમાર દેબ, ઉત્તર પ્રદેશના શ્રીમતી સ્મૃતિ ઈરાની, રાજસ્થાનના ડૉ. સતીશ પૂનિયા, મધ્ય પ્રદેશના ગજેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના હરીશ દ્વિવેદી અને હરિયાણાના સંજય ભાટિયાનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય મંત્રી:
પાર્ટી દ્વારા ૧૬ રાષ્ટ્રીય મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મધ્ય પ્રદેશના શ્રીમતી કવિતા પાટીદાર, કેરળના કે. સુરેન્દ્રન, ઉત્તર પ્રદેશના ડૉ. ભોલા સિંહ, ઝારખંડના ડૉ. પ્રદીપ વર્મા, ગુજરાતના જગદીશ ઈશ્વરભાઈ પટેલ, દિલ્હીના ડૉ. સંદીપ પાઠક, નાગાલેન્ડના શ્રીમતી ફાંગનોન કોન્યાક, ઉત્તર પ્રદેશના શ્રીમતી સંગીતા યાદવ, કેરળના અનિલ એન્ટની, તમિલનાડુના ડૉ. એમ. વેંકટેશન, પશ્ચિમ બંગાળના મનોજ ટિગ્ગા, બિહારના સિદ્ધાર્થ શંભુ, દિલ્હીના ડૉ. સ્વદેશ સિંહ, અસમના મૃગાંક દેવ બર્મન, ગુજરાતના રોહન ગુપ્તા અને દિલ્હીના જય પ્રકાશનો સમાવેશ થાય છે.
કોષાધ્યક્ષ અને અન્ય મહત્વપૂર્ણ પ્રભારીઓ:
મહારાષ્ટ્રના પીયૂષ ગોયલને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને રાજસ્થાનના રાજેશ મંગલને રાષ્ટ્રીય સહ કોષાધ્યક્ષ બનાવાયા છે.
રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી: તરુણ ચુગ (પંજાબ)
રાષ્ટ્રીય કાર્યાલય મંત્રી: મહેન્દ્ર પાંડે (ઉત્તરાખંડ)
નોર્થ ઈસ્ટ સંયોજક: ડૉ. સંબિત પાત્રા (ઓડિશા)
નોર્થ ઈસ્ટ સહ-સંયોજક: રાજીવ બબ્બર (દિલ્હી)
પ્રકોષ્ઠ સંકુલ સંયોજક: વિષ્ણુ દત્ત શર્મા (મધ્ય પ્રદેશ)
પ્રકોષ્ઠ સંકુલ સહ-સંયોજક: ઋતુરાજ સિન્હા (બિહાર) અને વિષ્ણુ વર્ધન રેડ્ડી (આંધ્ર પ્રદેશ)
મોરચા અધ્યક્ષોની ટીમ:
વિવિધ મોરચાઓના અધ્યક્ષ તરીકે ગુજરાતના ડૉ. હેમાંગ જોશીને યુવા મોરચાના અધ્યક્ષ, છત્તીસગઢના શ્રીમતી રૂપ કુમારી ચૌધરીને મહિલા મોરચાના અધ્યક્ષ, ઉત્તર પ્રદેશના અમરપાલ મૌર્યને ઓબીસી મોરચાના અધ્યક્ષ, મધ્ય પ્રદેશના બંસીલાલ ગુર્જરને કિસાન મોરચાના અધ્યક્ષ, બિહારના શિવેશ કુમાર રામને એસસી મોરચાના અધ્યક્ષ, રાજસ્થાનના ડૉ. મન્નાલાલ રાવતને એસટી મોરચાના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના કુંવર બાપસિત અલીને અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
મીડિયા અને સોશિયલ મીડિયા વિભાગ:
મીડિયા સંયોજક તરીકે ઉત્તરાખંડના અનિલ બલૂનીની પસંદગી કરાઈ છે. જ્યારે મીડિયા સહ સંયોજક તરીકે આશીષ ઉષા અગ્રવાલ (મધ્ય પ્રદેશ), પ્રદીપ ભંડારી (દિલ્હી) અને સિદ્ધાર્થ યાદવ (દિલ્હી) કાર્ય કરશે.
સોશિયલ મીડિયા સંયોજક તરીકે છત્તીસગઢના દીપક મ્હસ્કે અને સોશિયલ મીડિયા સહ સંયોજક તરીકે શ્રીમતી પ્રીતિ ગાંધી (મહારાષ્ટ્ર), શિવાનંદ દ્વિવેદી (દિલ્હી), આલોક ભટ્ટ (ઉત્તરાખંડ) અને અરુણ યાદવ (હરિયાણા)ની વરણી કરવામાં આવી છે.

(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
