News of Monday, 17th August 2026
ઓમાનને ટ્રમ્પની યુદ્ધની ધમકી: "અમેરિકા-ઈરાન વાટાઘાટો વચ્ચે આવ્યા તો બોમ્બમારો કરીશું"
ફોક્સ ન્યૂઝને આપેલા સનસનાટીભર્યા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પનો દાવો : IRGC અને હમાસ સાથે ચાલી રહી છે ગુપ્ત બેકચેનલ વાતચીત : ગાઝામાં ઇઝરાયેલને હુમલા રોકવા અપીલ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ઓમાનને ખુલ્લી લશ્કરી ધમકી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ઓમાન અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટોમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો કરશે, તો અમેરિકા તેના પર બોમ્બમારો કરતા અચકાશે નહીં. હોર્મુઝ સ્ટ્રેટ જેવા વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પના આ આક્રમક વલણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
ટ્રમ્પે ઈરાન સામે કડક વલણ અપનાવતા કહ્યું કે હવે ઈરાને "સફેદ ધ્વજ" બતાવીને શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ. ઈરાની નેતાઓને ચતુર પોકર ખેલાડી ગણાવતા તેમણે ઉમેર્યું કે હાલમાં ઈરાન અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં છે. આ સાથે ટ્રમ્પે એક મોટો દાવો પણ કર્યો કે અમેરિકા ઈરાનની 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) ના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધા ગુપ્ત સંપર્કમાં છે, જે બેકચેનલ વાટાઘાટોનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
પશ્ચિમ એશિયાના સંકટ પર વાત કરતા ટ્રમ્પે ગાઝામાં ઈઝરાયેલને પોતાના હુમલા તાત્કાલિક અટકાવવા વિનંતી કરી છે. તેમણે દાવો કર્યો કે હમાસ પોતાના શસ્ત્રો હેઠાં મૂકવા અને સોંપવા માટે સંમતિ દર્શાવી ચૂક્યું છે અને તે માટે અમેરિકા પાસે હમાસ સાથે વાતચીત કરવાની એક અલગ ગુપ્ત ચેનલ સક્રિય છે. ટ્રમ્પના આ વિસ્પૉટક દાવો બાદ વૈશ્વિક સ્તરે રાજકીય ગરમાવો વધી ગયો છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
