<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

સોશિયલ મીડિયા પર QR કોડ સાથેનો 'વાંધાજનક' વીડિયો વાયરલ થતાં મેરઠની મહિલા સબ-ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ: વિભાગીય તપાસનો આદેશ!

ફિટનેસ રીલ્સ અને યુટ્યુબ વીડિયો પોસ્ટ કરતી મહિલા અધિકારી સામે શિસ્તભંગના પગલાં; સાયબર સેલે હાથ ધરી વીડિયોની સત્યતાની તપાસ

મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠ પોલીસ લાઈન્સ ખાતે તૈનાત મહિલા સબ-ઈન્સ્પેક્ટર અનુ રાનીનો સોશિયલ મીડિયા પર એક કથિત 'વાંધાજનક' વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસ વિભાગની સોશિયલ મીડિયા નીતિનું ઉલ્લંઘન કરવા બદલ સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SSP) અવિનાશ પાંડેએ મહિલા અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને આ મામલે વિભાગીય તપાસના આદેશ આપ્યા છે.

 

પોલીસ કર્મચારી અનુ રાની ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય હતી અને નિયમિતપણે પોતાના જિમ વર્કઆઉટ, ફિટનેસ રૂટિન અને પર્સનલ લાઈફના વીડિયો શેર કરતી હતી. જોકે, તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં તે નાઈટ સૂટ જેવા કેઝ્યુઅલ કપડાંમાં જોવા મળી હતી અને વીડિયોમાં નાણાકીય સહાય કે ટ્રાન્સફર મેળવવા માટે એક QR કોડ પણ દર્શાવવામાં આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ સરકારી સેવામાં રહીને આ પ્રકારની સામગ્રી અને ક્યુઆર કોડ દર્શાવવા પર ગંભીર સવાલો ઊભા થયા હતા.

 

હાલ સમગ્ર મામલે એસપી (ક્રાઈમ) અવનીશ કુમારે સસ્પેન્શનની પુષ્ટિ કરી છે અને સર્કલ ઓફિસર સૌમ્ય સિંહને વિભાગીય તપાસની જવાબદારી સોંપી છે. બીજી તરફ, સાયબર સેલને પણ આ વાયરલ ક્લિપની પ્રમાણિકતા, તેના સ્ત્રોત અને ક્યુઆર કોડ સાથે જોડાયેલી વિગતોની ટેકનિકલ તપાસ કરવા જણાવાયું છે. જોકે, પોલીસે સ્પષ્ટ કર્યું છે કે અત્યાર સુધી મળેલા વીડિયોમાં મહિલા અધિકારી યુનિફોર્મમાં જોવા મળી નથી. સાયબર સેલના અહેવાલ અને વિભાગીય તપાસના તારણોના આધારે આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

(8:04 PM IST)