News of Monday, 17th August 2026
માટી પ્રત્યેનો અખૂટ પ્રેમ: છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ વતન પહોંચી હાથમાં હળ ઉપાડ્યું, પોતે ખેતર ખેડીને ખેડૂત પુત્ર હોવાનો આપ્યો પરિચય!
વીઆઈપી પ્રોટોકોલ બાજુ પર મૂકીને ખેતરમાં ઉતરેલા મુખ્યમંત્રીનો સાદો અને સહજ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ; ગ્રામજનોમાં ભારે ઉત્સાહ

રાયપુર : છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ રાજકીય અને પ્રશાસનિક વ્યસ્તતાઓ વચ્ચે પણ પોતાના મૂળ અને માટી સાથેનો નાતો અકબંધ રાખ્યો છે. પોતાના વતન ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાઈએ તમામ વીઆઈપી પ્રોટોકોલ અને હોદ્દાના પ્રભાવને બાજુ પર મૂકીને એક સામાન્ય ખેડૂતની જેમ ખેતરમાં ઉતરીને હળ ચલાવ્યું હતું. મુખ્યમંત્રીનો આ સાદો, સહજ અને માટી પ્રત્યેના પ્રેમને દર્શાવતો અંદાજ સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
પોતાના પરંપરાગત ખેડૂત પરિવારમાંથી આવતા વિષ્ણુદેવ સાઈ જ્યારે વતનમાં પહોંચ્યા ત્યારે તેઓ સીધા પોતાના ખેતરમાં પહોંચી ગયા હતા. તેમણે બળદની જોડી સાથે હળ ઉપાડીને ખેતર ખેડવાનું શરૂ કર્યું હતું. બાળપણથી જ ખેતી સાથે જોડાયેલા મુખ્યમંત્રીએ ખેતરમાં પરસેવો પાડીને એ સાબિત કરી દીધું કે તેઓ ભલે ગમે તેટલા ઊંચા બંધારણીય હોદ્દા પર પહોંચે, પણ તેમના હૃદયમાં એક સચ્ચા 'ખેડૂત પુત્ર' ની જ ભાવના વસેલી છે.
મુખ્યમંત્રીને આ રીતે ખેતરમાં હળ ચલાવતા જોઈને ગામના સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને આનંદ વ્યાપી ગયો હતો. આ પ્રસંગે તેમણે ગ્રામજનો સાથે વાર્તાલાપ કરી ખેતી અને પાકની સ્થિતિ વિશે સહજતાથી ચર્ચા પણ કરી હતી. છત્તીસગઢના મુખ્યમંત્રીનું આ કાર્ય રાજ્યના લાખો ખેડૂતો અને શ્રમિકો માટે પ્રેરણારૂપ બન્યું છે અને લોકમુખે તેમના આ સાદગીપૂર્ણ વ્યક્તિત્વના ભારે વખાણ થઈ રહ્યા છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
