<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

રાયપુરમાં ‘સેક્સ્યુઅલ સાઇકોપેથ’ ઝડપાયો: સાયકલથી મહિલાનો પીછો કરી દુષ્કર્મ બાદ હત્યા કરતો: બીજી મહિલા પર પણ હુમલો

પોલીસે આ બંને બનાવોને જોડીને આઠથી વધુ ટીમો બનાવી, સેંકડો સીસીટીવી દૃશ્યો અને તકનીકી પુરાવા તપાસ્યા: આરોપી અગાઉ પણ દુષ્કર્મના કેસમાં જેલ જઈ ચૂક્યો છે

રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પોલીસે દેવ કુમાર સાહુ ઉર્ફે રાકેશ ઉર્ફે મંચલા નામના ૨૯ વર્ષીય આરોપીને ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી એકલી મહિલાઓનો સાયકલથી પીછો કરતો અને સુમસામ સ્થળ મળતાં હુમલો કરતો હતો. ૨૧ જુલાઈએ ન્યૂ સ્વાગત વિહાર નજીક પાણી ભરેલા ખાલી પ્લોટમાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. તપાસમાં દુષ્કર્મ અને હત્યાનો કેસ બહાર આવ્યો. ૫ ઓગસ્ટે સેજબહાર વિસ્તારમાં બીજી મહિલાને ધમકી આપી નાળામાં ધકેલી મારપીટ કર્યાનો પણ આરોપ છે. મહિલાના બૂમાબૂમથી આરોપી ભાગી ગયો હતો. પોલીસે આ બંને બનાવોને જોડીને આઠથી વધુ ટીમો બનાવી, સેંકડો સીસીટીવી દૃશ્યો અને તકનીકી પુરાવા તપાસ્યા. પોલીસ મુજબ આરોપી અગાઉ પણ દુષ્કર્મના કેસમાં જેલ જઈ ચૂક્યો છે અને તેને દસ વર્ષની સજા થઈ હતી. વધુ કાનૂની કાર્યવાહી ચાલુ છે. આરોપીની માનસિક સ્થિતિની તપાસ પોલીસ કરાવી રહી છે.

(11:35 PM IST)