News of Monday, 17th August 2026
પટનામાં ગંગા કિનારે ૨૯૦ ઘર-દુકાનો પર તોડફોડની તલવાર: નોટિસથી ભડકેલા પરિવારો બોલ્યા, વર્ષોથી વસવાટ છતાં હવે ગેરકાયદે કેમ ગણાયા ? વૈકલ્પિક જમીન વિના સ્થળ છોડવાનો ઇનકાર
લોકોનું કહેવું છે કે ઘર તૂટી જશે તો બાળકો, વૃદ્ધો અને રોજગાર ધરાવતા પરિવારો રસ્તા પર આવી જશે. વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ

પટના: ગંગા કિનારે વસતા આશરે ૨૯૦ પરિવારો અને દુકાનદારોને ઘર તથા બાંધકામ ખાલી કરવા નોટિસ મળતાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખાજેકલા વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી અહીં રહે છે, કર તથા અન્ય સરકારી પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરતા આવ્યા છે, ત્યારે હવે અચાનક ગેરકાયદે બાંધકામ ગણાવી હટાવવાની કાર્યવાહી કેમ શરૂ કરાઈ તે સમજાતું નથી. સ્થાનિક અહેવાલો મુજબ નોટિસ અદાલતી આદેશના અનુસંધાનમાં ગંગા કિનારે ગેરકાયદે માળખાં દૂર કરવાની કાર્યવાહીનો ભાગ છે. અનેક પરિવારોએ પુનર્વસન કે વૈકલ્પિક જમીન વિના સ્થળ છોડવાનો ઇનકાર કર્યો છે અને રાજ્ય સરકાર સમક્ષ રાહતની માંગણી કરી છે. લોકોનું કહેવું છે કે ઘર તૂટી જશે તો બાળકો, વૃદ્ધો અને રોજગાર ધરાવતા પરિવારો રસ્તા પર આવી જશે. વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે અને લોકો સામૂહિક રજૂઆત કરી રહ્યા છે. સતત વિરોધ
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
