<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં ધમાકેદાર ફેરફારની તૈયારી? ફડણવીસ-યોગીના નામ ચર્ચામાં, કોઈ એક રાજ્યના વર્તમાન મુખ્યમંત્રીને પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન મળવાના સંકેતથી રાજકીય ગરમાવો

નિતિન નબીનની નવી ટીમ બાદ હવે પાર્લામેન્ટરી બોર્ડ પર નજર: મુખ્યમંત્રી બદલાવની ચર્ચા પણ તેજ: પરંતુ કયા રાજ્યમાં મુખ્યમંત્રી બદલાશે તે અંગે સત્તાવાર મૌન

નવી દિલ્હી, તા. ૧૮ : ન્યુઝ ફર્સ્ટ ના જવાબદાર અહેવાલ મુજબ ભાજપમાં રાષ્ટ્રીય સંગઠનના મોટા ફેરફારો વચ્ચે હવે પક્ષના સર્વોચ્ચ નિર્ણયકારી પાર્લામેન્ટરી બોર્ડની પુનર્રચનાની ચર્ચાએ જોર પકડ્યું છે. પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને તા. ૧૭ ઓગસ્ટે નવી રાષ્ટ્રીય ટીમ જાહેર કર્યા બાદ આગામી તબક્કામાં પાર્લામેન્ટરી બોર્ડમાં ફેરફાર થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

રાજકીય વર્તુળોમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન મળવાની અટકળો ચાલી રહી છે. અગાઉના અહેવાલોમાં બંનેનાં નામ સ્પષ્ટપણે ચર્ચાયા છે.

જોકે કોઈ વર્તમાન મુખ્યમંત્રીને પદ છોડાવાશે અથવા કયા રાજ્યમાં મુખ્યમંત્રી બદલાશે તે અંગે ભાજપ તરફથી હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. ફડણવીસે પણ કેન્દ્રમાં જવાની અટકળો નકારી પોતે મહારાષ્ટ્રમાં જ રહેવાના હોવાનું જણાવ્યું છે. તેથી “એક મુખ્યમંત્રી કાર્યકાળ અધૂરો છોડી શકે” તેવી  રાજકીય અટકળ જબરજસ્તત ચાલી રહી છે.

(1:08 AM IST)