તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
૨૦ વર્ષ સુધી બકરીને દીકરીની જેમ રાખીઃ મૃત્યુ પછી તેરમાની વિધિ કરી અને ગંગામાં અસ્થિ-વિસર્જન કર્યું
અસ્થિઓ ગંગામાં વિસર્જિત કરી ૧૫ ઓગસ્ટે શ્રાદ્ધવિધિ અને મૃત્યુભોજનું પણ આયોજન કર્યું

વિદિશા,તા.૧૮: મધ્ય પ્રદેશના વિદિશામાં માણસો અને પ્રાણીઓ વચ્ચેના સંબંધોની અનોખી મિસાલ જોવા મળી હતી. નવલસિહ માલવીય નામના ખેડૂતને ત્યાં વર્ષોથી એક બકરી રહેતી હતી. આ બકરીનું નામ હતું ચમેલી. એનું હુલામણું નામ હતું કટોરી. ૩ ઑગસ્ટે ૨૦ વર્ષની ઉંમરે બકરી મૃત્યુ પામી. નવલસિહે આટલાં વર્ષો બકરીને પોતાની પ્રાણપ્યારી દીકરીની જેમ જ રાખેલી. તે હંમેશાં ઘરમાં પલંગ પર જ સૂતી હતી અને ઘરમાં પરિવારજનોની સાથે જ રહેતી હતી. નવલસિહના પરિવારને જાણે ખાલીપો ઘેરી વળ્યો. તેમણે સ્થાનિક પ્રશાસનની પરવાનગી લઈને બકરીના અંતિમ સંસ્કાર કર્યા અને એનાં અસ્થિઓ એકત્ર કરીને ગંગામાં એનું વિસર્જન પણ કર્યું હતું. ૧૫ ઑગસ્ટે તેની શ્રાદ્ધકર્મની વિધિમાં લોકોને આવવા માટે બાકાયદા શોક-પત્ર જાહેર કરીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું. શોકસંદેશ આપીને સગાંવહાલાંઓ અને આસપાસના લોકોને મૃત્યુભોજ કરાવ્યું.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
