<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

લગ્ન બાદ હનીમૂન પર ગયા પતિ-પત્‍નીઃ દુલ્‍હનને પીરિયડ્‍સ આવ્‍યા તો પતિનો પિત્તો ગયો, ગળું દબાવી ઢોર માર માર્યો

ગોરખપુરમાંથી પતિ-પત્‍નીના સંબંધોને લજવતો એક અજીબોગરીબ કિસ્‍સો સામે આવ્‍યો હોટલના કર્મચારીઓ દોડી આવ્‍યા અને વચ્‍ચે પડી તેનો જીવ બચાવ્‍યો

ગોરખપુર,તા.૧૮: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી પતિ-પત્‍નીના સંબંધોને લજવતો એક અજીબોગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે, જ્‍યાં હનીમૂન પર બંને વચ્‍ચે મારપીટ થઈ ગઈ. પીડિત નવ પરિણીતે આરોપ લગાવ્‍યો કે, તે પોતાના પતિ સાથે હનીમૂન પર અંડમાન ગઈ હતી, જ્‍યાં તેને પીરિયડ્‍સ આવી ગયા હતા. જેના કારણે તેના પતિને ગુસ્‍સો આવી ગયો અને મારપીટ કરવા લાગ્‍યો. ત્‍યાં સુધી કે તેને થપ્‍પડ પણ મારી દીધી અને ગડદાપાટું કર્યા. જ્‍યારે આટલાથી મન ન ભરાયું તો તેણે ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો. જો કે તેણે દેકારો કર્યો તો હોટલના કર્મચારીઓ દોડી આવ્‍યા અને વચ્‍ચે પડી તેનો જીવ બચાવ્‍યો.

૨૦૨૩માં થયા હતા મહિલાના લગ્ન પોલીસે મહિલાની ફરિયાદના આધાર પર તેના પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતાની ફરિયાદ અનુસાર, તેના લગ્ન ૨૦૨૩માં ૩૦ મેના રોજ દિલ્‍હીના એક મેરેજ લોનમાં થયા હતા. તેણે આરોપ લગાવ્‍યો કે લગ્ન પહેલા તેના સાસરિયાવાળા તેના પરિવાર તરફથી અપાતો સામાન બ્રાન્‍ડેડ હોય તેવો આગ્રહ રાખ્‍યો હતો. મહિલાનો દાવો છે કે તેના પિતાએ દહેજ તરીકે લગભગ ૨૦ લાખ રૂપિયા રોકડા, એક કાર અને લગભગ ૪૦ લાખ રૂપિયાની કિમતનો બીજો સામાન પણ આપ્‍યો. મહિલાએ જણાવ્‍યું કે તે બે જૂનના રોજ દિલ્‍હી પોતાના સાસરિયે જતી રહી હતી.

ટ્રાવેલ દરમ્‍યાન મહિલાને આવ્‍યા પીરિયડ તેની આગળ મહિલાએ જણાવ્‍યું કે લગ્નના લગભગ એક મહિના બાદ ચાર જુલાઈના રોજ તે પોતાના પતિ સાથે હનીમૂન મનાવવા માટે અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહ ગઈ હતી. ફરિયાદ અનુસાર, યાત્રા દરમ્‍યાન તેને પીરિયડ્‍સ આવ્‍યા બાદ પેટમાં તેજ દુખાવો અને વધારે લોહી નીકળવા લાગ્‍યું. મહિલાએ આરોપ લગાવ્‍યો કે તેના પતિએ તેને કહ્યું કે, તેણે પહેલા પીરિયડ્‍સની જાણકારી કેમ ન આપી અને પછી મારપીટ શરુ કરી દીધી.

મહિલાએ લગાવ્‍યો આરોપઃ મહિલાએ આરોપ લગાવ્‍યો કે પતિએ તેના પિતાને ફોન લગાવ્‍યો અને દિલ્‍હી આવીને લઈ જવા કહ્યું. તેણે ફોન પર કહ્યું કે તે તેની સાથે રહેવા નથી માગતી. મહિલાનો દાવો છે કે લગ્નના લગભગ ૪૫ દિવસ બાદ ૧૪ જુલાઈ, ૨૦૨૩ના રોજ તેને સાસરિયામાંથી કાઢી મુકી હતી

(11:11 AM IST)