<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ભારતની નકલ કરવાનો પાકિસ્‍તાનનું ‘ખ્‍વાબ' ચકનાચૂરઃ દૂનિયામાં થૂં-થૂં થઈ

ભારતનું જોઈને પાકિસ્‍તાને પણ ડિજિટલ પેમેન્‍ટ ચાલું કર્યું: પાકિસ્‍તાનમાં કેશલેસ ઇકોનોમી બનવાના પ્રયાસો નિષ્‍ફળ થઈ રહ્યા હોય તેવું ચિત્ર સર્જાયું

ઈસ્‍લામબાદ,તા.૧૮: ભારતની દેખાદેખી કરવા પાકિસ્‍તાને પણ કેશલેસ ઇકોનોમી બનવાની દિશામાં ડિજિટલ પેમેન્‍ટ ચાલું કર્યું. મોબાઇલ બેન્‍કિંગ, ડિજિટલ વોલેટ અને ઓનલાઈન પેમેન્‍ટનો ઉપયોગ પણ ઝડપથી વધ્‍યો. જોકે, હવે ત્‍યાં ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે. ડિજિટલ પેમેન્‍ટ વધવા છતાં અર્થતંત્રમાં રોકડની માત્રા પણ સતત વધી રહી છે. જેના લીધે ભારતની નકલ કરવાનો પાકિસ્‍તાનનો 'ખ્‍વાબ' ચકનાચૂર થઈ ગયો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં પાકિસ્‍તાનમાં માર્કેટમાં રહેલી કરન્‍સી ૧૧.૯૪ ટ્રિલિયન પાકિસ્‍તાની રૂપિયાના રેકોર્ડ સ્‍તરે પહોંચી ગઈ. જ્‍યારે નાણાકીય વર્ષ ૨૦૨૦માં આ આંકડો ૬.૧૪ ટ્રિલિયન રૂપિયા હતો. એટલે કે લગભગ છ વર્ષમાં રોકડની માત્રામાં ૯૪ ટકાનો વધારો થયો છે.

શું કાંડ થયો? - પાકિસ્‍તાનમાં મુખ્‍ય સમસ્‍યા એ છે કે, ડિજિટલ રીતે મળેલા પૈસાનો ઉપયોગ ઘણીવાર ડિજિટલ રીતે થતો નથી. ઉદાહરણ તરીકે, કોઈ વ્‍યક્‍તિના બેન્‍ક ખાતા અથવા મોબાઇલ વોલેટમાં પૈસા આવે છે અને તે ખ્‍વ્‍પ્‍ અથવા એજન્‍ટ પાસેથી રોકડ ઉપાડી લે છે. ત્‍યારબાદ તે દુકાન પર રોકડમાં ખરીદી કરે છે. એટલે પૈસા ડિજિટલ સિસ્‍ટમમાં આવ્‍યા, પરંતુ ખર્ચ થતાં પહેલાં ફરી નોટમાં બદલાઈ ગયા. આ જ કારણસર પાકિસ્‍તાન હજુ સુધી ભારતની સરખામણી કરી શક્‍યું નથી.

ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શન વધવાનો અર્થ હંમેશા કેશલેસ ઇકોનોમી બનવો નથી. પાકિસ્‍તાનમાં ડિજિટલ સિસ્‍ટમથી પૈસા ટ્રાન્‍સફર કરવાની રીત બદલાઈ છે, પરંતુ નાના વેપારીઓ, અનૌપચારિક વ્‍યવસાય અને રોકડ આધારિત વ્‍યવહારો હજુ પણ મોટા પ્રમાણમાં થાય છે. જોકે, કુલ મની સપ્‍લાયમાં રોકડનો હિસ્‍સો નાણાકીય વર્ષ ૨૦૨૦ના ૩૦.૧ ટકાથી ઘટીને ૨૦૨૬માં ૨૫.૭ ટકા થયો છે. તેમ છતાં ૨૦૨૪ બાદ રોકડ પ્રવાહ ફરી વધતું જોવા મળ્‍યું છે.

ભારતમાં UPIએ ડિજિટલ પેમેન્‍ટને માત્ર બેન્‍કથી બેન્‍ક પૈસા મોકલવા પૂરતું રાખ્‍યું નથી. ચા, કરિયાણા અને નાના વેપારીઓ સુધી સીધું ડિજિટલ પેમેન્‍ટ પહોંચ્‍યું છે. ભારતના UPI સિસ્‍ટમને ફ્રાન્‍સ, સિગાપોર, યુએઈ (UAE), શ્રીલંકા, મોરેશિયસ, ભૂતાન અને નેપાળ જેવા દેશોએ પ્રશંસા કરીને સ્‍વીકારી છે. આ ઉપરાંત G20 સમિટ દરમિયાન પણ ઘણાં દેશોએ ભારતની આ પહેલને અદ્વુત ગણાવી હતી. આજ કારણસર ઘણાં નિષ્‍ણાતોનું માનવું છે કે, જ્‍યારે એક તરફ ઘણાં દેશોની ડિજિટલ પેમેન્‍ટ સિસ્‍ટમ પર નજર છે, ત્‍યારે આંશિક નિષ્‍ફળતાને લીધે આખી દુનિયા સમક્ષ પાકિસ્‍તાની સિસ્‍ટમ મઝાક બની ગઈ છે

(1:29 PM IST)