<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

કોર્ટ કેસની ઝડપી સુનાવણી કોર્ટ કેસની ઝડપી પીડિતનો પણ મૂલ્‍યવાન અધિકાર છેઃ સુપ્રીમ કોર્ટ

હત્‍યા કેસની ટ્રાયલ સ્‍થગિત રાખવાના અલ્‍હાબાદ હાઇકોર્ટના આદેશને રદ કરતા સર્વોચ્‍ય અદલતે પોતાનું મહત્‍વનું અવલોકન વ્‍યક્‍ત કર્યું

નવી દિલ્‍હી,તા.૧૮: ઝડપી સુનાવણીનો અધિકાર માત્ર આરોપીનો જ નહીં, પરંતુ પીડિતનો પણ મૂલ્‍યવાન અધિકાર છે, એવું અવલોકન વ્‍યક્‍ત કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે અલ્‍હાબાદ હાઈકોર્ટનો એવો આદેશ રદ કર્યો હતો, જેમાં હત્‍યાના કેસની સુનાવણીને સ્‍થગિત રાખવામાં આવી હતી.

ગત વર્ષે ઓગસ્‍ટમાં આપેલા પોતાના આદેશમાં અલ્‍હાબાદ હાઈકોર્ટે ૧૯૮૬ના ઉત્તર પ્રદેશ ગેંગસ્‍ટર્સ અને અસામાજિક પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસની કાર્યવાહી ઝડપી પૂર્ણ કરવાનો પણ વિશેષ ન્‍યાયાધીશને નિર્દેશ આપ્‍યો હતો. આ નિર્દેશ કાયદાની કલમ ૧૨માં રહેલી ફરજિયાત જોગવાઈઓના હેતુને પૂર્ણ કરવા માટે આપવામાં આવ્‍યો હતો. ગેંગસ્‍ટર્સ અધિનિયમની કલમ ૧૨ હેઠળ વિશેષ અદાલતમાં ચાલતી સુનાવણીને અન્‍ય કાર્યવાહી કરતાં પ્રાથમિકતા આપવાની જોગવાઈ છે.

હાઈકોર્ટના આ આદેશને પડકારતી અપીલની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્‍યું કે કાયદાની કલમ ૧૨નો હેતુ આરોપી સામેની અન્‍ય તમામ કાર્યવાહી પર રોક લગાવવાનો નથી, જ્‍યાં સુધી ગેંગસ્‍ટર્સ અધિનિયમ હેઠળની કાર્યવાહી પૂર્ણ ન થાય.

જસ્‍ટિસ કે. વી. વિશ્વનાથન અને અરુણ પલ્‍લીની બેન્‍ચે જણાવ્‍યું કે, ‘‘આ જોગવાઈનો હેતુ માત્ર એટલો છે કે જો બે કેસની સુનાવણીની તારીખો એકબીજા સાથે અથડાય, તો ગેંગસ્‍ટર્સ અધિનિયમ હેઠળની કાર્યવાહી ને પ્રાથમિકતા આપવામાં આવે.''

સુપ્રીમ કોર્ટે આ કેસમાં એક વધુ મહત્‍વપૂર્ણ મુદ્દા તરફ ધ્‍યાન દોર્યું. બંપારણની કલમ ૨૧ દરેક વ્‍યક્‍તિને ઝડપી સુનાવણીનો અધિકાર આપે છે. બેન્‍ચે જણાવ્‍યું કે, આ અદાલતે સ્‍પષ્ટ કર્યું છે કે ઝડપી સુનાવણીનો અધિકાર માત્ર આરોપીનો વિશેષાધિકાર નથી, પરંતુ પીડિતનો પણ એક મૂલ્‍યવાન અધિકાર છે. ટ્રાયલ પૂર્ણ કરવામાં થતો અસાધારણ વિલંભ સમગ્ર સમાજ પર પણ પ્રતિકૂળ અસર કરી શકે છે.ઙ્ઘ સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્‍યું કે, ૧૩ એપ્રિલે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવતી વખતે તેણે લલિતપુરની ટ્રાયલ કોર્ટને હત્‍યાના કેસની કાર્યવાહી આગળ વધારીને બે મહિનાની અંદર તેનો નિકાલ કરવાનો નિર્દેશ આપ્‍યો હતો. આ ચુકાદ્ય દ્વારા સુપ્રીમ કોર્ટે સ્‍પષ્ટ કર્યું છે કે ન્‍યાયમાં વિલંબ માત્ર આરોપીના અપિકારોને જ અસર કરતો નથી, પરંતુ પીડિતના ન્‍યાય મેળવવાના અધિકારને પણ અસર કરે છે. સાથે જ, ગેંગસ્‍ટર્સ અધિનિયમ હેઠળની કાર્યવાહીને પ્રાથમિક્‍તા આપવાનો અર્થ અન્‍ય કેસોની ટ્રાયલને અનિヘતિ સમય માટે રોકી રાખવાનો નથી

(1:27 PM IST)