News of Tuesday, 18th August 2026
રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલયઃ પૂ. મોરારીબાપુ
અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત પૂ.મોરારીબાપુની રામકથાનો આરંભ : કાલે તુલસી જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમઃ વિદેશની ધરતી પર પ્રથમ વખત ચાર પુરસ્કારોનું વિતરણઃ ગોસ્વામી તુલસીદાસજીના જીવન અને રામચરિત માનસની રચના પાછળના ભાવને યાદ કરાશે : ‘માનસ ગુરુ પ્રસાદ' કથા ભારતીય સંસ્કળતિ, સાહિત્ય અને અધ્યાત્મને વૈશ્વિક મંચ પર લઈ જવાના આ પ્રયાસને ભારે આવકારઃ કથાના માધ્યમથી રામચરિત માનસના જીવનમૂલ્યો અને ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વને ઉજાગર કરવા પ્રયાસ

રાજકોટ તા.૧૮ :.. વિશ્વની પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રથમ વખત પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ યુનિવર્સિટીના ઈતિહાસમાં એક નવો અધ્યાય જોડાયો છે. ભારતીય સંસ્કળતિ, સાહિત્ય અને અધ્યાત્મને વૈશ્વિક મંચ પર લઈ જવાના આ પ્રયાસને ભારે આવકાર મળી રહ્યો છે.
આ કથા તા.૧૫ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહી છે. નવ દિવસ સુધી ચાલનારી આ કથામાં હજારો શ્રોતાઓ જોડાઈ રહ્યા છે. કથાના માધ્યમથી રામચરિત માનસના જીવનમૂલ્યો અને ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વને ઉજાગર કરવામાં આવી રહ્યું છે.
કથા દરમિયાન કાલે તા.૧૯ ઓગસ્ટે તુલસી જયંર્તિં નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાશે. આ દિવસે ગોસ્વામી તુલસીદાસજીના જીવન અને રામચરિત માનસની રચના પાછળના ભાવને યાદ કરવામાં આવશે. ભજન, કીર્તન અને વિશેષ પ્રવચન દ્વારા શ્રોતાઓને તુલસીદાસજીના સાહિત્ય સાથે જોડવાનો પ્રયાસ થશે.
આ કથાની સૌથી મોટી વિશેષતા એ છે કે ભારતની બહાર પ્રથમ વખત પૂ. મોરારીબાપુના હસ્તે ચાર પુરસ્કારોનું વિતરણ કરવામાં આવશે. આ પુરસ્કારો સાહિત્ય, સેવા અને સંસ્કળતિના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન આપનાર વ્યક્તિઓને એનાયત થશે.
આ નિર્ણયથી વિશ્વભરમાં વસતા ભારતીય સમુદાયમાં ખુશીની લહેર છે અને હાર્વર્ડ ખાતે યોજાતી આ કથા ભારતીય મૂલ્યોના વૈશ્વિક પ્રસારમાં એક સીમાચિホ બની રહેશે.
પૂ. મોરારીબાપુએ શ્રીરામકથાનો આજે ચોથો દિવસ છે. ગઇકાલે શ્રીરામ કથાના ત્રીજા દિવસે પૂ. મોરારીબાપુએ કહ્યું કે, શ્રીરામ ચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે. સદ્્ગુરૂ તેના શિષ્યના પ્રેમ બંધનમાં બંધાયેલા રહે છે.
તુલસીજીની કોઇપણ ચોપાઇ- સોરઠી- છંદ- દોહા એ શાસ્ત્રીય સંગીતના કોઇપણ રાગમાં ગાઇ શકાય છે. આ માનસ સુરોનું શાસ્ત્ર છે. રામકૃષ્ણ પરમહંસના એક સ્વામી રંગાનાથજી હતા એમણે ગુરૂપ્રસાદ સંદર્ભે લક્ષણો દર્શાવ્યા છે, સ્વામી કહે છે કે (૧) જેને જોવાથી આપણને લાગે કે માણસ શુધ્ધ છે તો એ ગુરૂપ્રસાદ છે (ર) જેને અધ્યાત્મને સ્વાભાવિક રૂપમાં પૂર્ણ પ્રાપ્ત કર્યુ હોય અને પચાવ્યુ પણ હોય એ ગુરૂ (૩) જેમની પાસે જવાથી આપણી આંખોમાં આંસુ આવે અને મોૈન થઇ જવાઇ તો એ ગુરૂપ્રસાદ છે.
કેમ્બ્રીજની કથા વખતે આ જ કેન્દ્રસ્થ વિષય હતો ‘‘માનસ વિશ્વ વિદ્યાલય'' તો માનસરૂપી વિશ્વ વિદ્યાલયના મારી દ્રષ્ટિએ આ સાત સુત્રો મને લાગ્યા છે, આ મારા માટે છે, તમારે એનો સ્વીકાર કરવો જરૂરી નથી, તમે સ્વતંત્ર છો, પણ મને સાત સૂત્રો (માનસમાં સાત સોપાન-કાંડ છે) પ્રાપ્ત થયા છે. (મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ મો.૮૧૪૦૨ ૧૩૧૩૦, મો.૯૪૨૬૨ ૪૨૧૧૫)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
