<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

આત્‍મસન્‍માન અને સિદ્ધાંતો સાથે ક્‍યારેય સમાધાન ન કરવું

PM મોદીએ દેશવાસીઓને આપ્‍યો સંદેશ...એક એવો સંસ્‍કૃત શ્‍લોક શેર કર્યો : વડાપ્રધાન મોદી છેલ્‍લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર સતત સંસ્‍કૃત સુભાષિતો શેર કરીને દેશવાસીઓને પ્રેરણા આપી રહ્યા છે

નવી દિલ્‍હી તા.૧૮: વડાપ્રધાન મોદી છેલ્‍લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર સતત સંસ્‍કૃત સુભાષિતો શેર કરીને દેશવાસીઓને પ્રેરણા આપી રહ્યા છે. હવે તેમણે ફરી એક એવો સંસ્‍કૃત શ્‍લોક શેર કર્યો છે, જેમાં આત્‍મસન્‍માન, હિમત અને સ્‍વાભિમાન સાથે જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્‍યો છે. પીએમ મોદીએ આ શ્‍લોક દ્વારા વ્‍યક્‍તિએ કોઈપણ પરિસ્‍થિતિમાં પોતાના સિદ્ધાંતો અને મૂલ્‍યો સાથે સમાધાન ન કરવું જોઈએ એવો સંદેશ આપ્‍યો છે.

વડાપ્રધાન મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર સંસ્‍કૃતનો શ્‍લોક શેર કર્યો હતો. આ શ્‍લોકનો સરળ અર્થ એવો થાય છે કે મનુષ્‍યએ જીવનમાં હંમેશા આત્‍મસન્‍માન, સાહસ અને સ્‍વાભિમાન જાળવી રાખવું જોઈએ. સાચો પુરુષાર્થ અને પરાક્રમ એમાં છે કે વ્‍યક્‍તિ ગમે તેવી મુશ્‍કેલી આવે છતાં પોતાના સિદ્ધાંતો અને મૂલ્‍યો સાથે બાંધછોડ ન કરે, પરંતુ સત્‍ય, ધૈર્ય અને આત્‍મગૌરવ સાથે પોતાના આદર્શો પર અડગ રહે.

પીએમ મોદીએ સોમવારે પણ સોશિયલ મીડિયા પર એક સંસ્‍કૃત સુભાષિત શેર કર્યું હતું. આ સાથે તેમણે લખ્‍યું હતું કે સામૂહિક સંકલ્‍પ અને એકતાની શક્‍તિથી જ દેશ આગળ વધે છે. આ ભાવના ભારતની પ્રગતિ અને સમૃદ્ધિનો મજબૂત પાયો છે.

આ શ્‍લોકનો અર્થ એ છે કે આપણા સૌના સંકલ્‍પ એકસમાન હોવા જોઈએ અને આપણા મન એકતાની ભાવનાથી જોડાયેલા હોવા જોઈએ. પરસ્‍પર સહયોગ અને સમાન ભાવના સાથે સમાજની પ્રગતિ માટે સતત પ્રયાસ કરવો જોઈએ

(2:56 PM IST)