તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
શિક્ષણ વ્યવસ્થા બદલવા અનોખો પ્રસ્તાવ: 'નેતાઓ અને અધિકારીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવે તો જ સુધારો થશે' - અભિજીત દીપકેનો તીખો કટાક્ષ
મંત્રીઓ, સચિવો અને શિક્ષકોને તેમના સંતાનોને સરકારી સ્કૂલોમાં મોકલવા અપીલ; મહારાષ્ટ્રના સંતુક પિંપરી ગામમાં 'શાળાને ઠીક કરો' ઝુંબેશ શરૂ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું

હિંગોલી, તા.૧૮: દેશની સરકારી શિક્ષણ વ્યવસ્થા અને શાળાકીય માળખાને સુધારવા માટે એક અત્યંત ચર્ચાસસ્પદ અને આકરો પ્રસ્તાવ સામે આવ્યો છે. 'વંદો જનતા પાર્ટી' ના સ્થાપક અભિજીત દીપકેએ ચોંકાવનારું નિવેદન આપતાં જણાવ્યું છે કે, જો મંત્રીઓ, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષકો પોતાના બાળકોને ખાનગી શાળાઓને બદલે સરકારી શાળાઓમાં ભણાવવાનું શરૂ કરશે, તો જ સરકારી સ્કૂલોની સ્થિતિમાં રાતોરાત નાટ્યાત્મક સુધારો આવી શકશે.
'શું અધિકારીઓને પોતાના જ કામ પર વિશ્વાસ નથી?'
મંગળવારે મીડિયા સાથે વાતચીત કરતી વખતે અભિજીત દીપકેએ સરકારી નીતિઓ અને અધિકારીઓની માનસિકતા પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, "જે અધિકારીઓ અને મંત્રીઓ સરકારી શિક્ષણ ક્ષેત્રે નીતિઓ ઘડે છે, તેઓ જ પોતાના બાળકોને મોંઘી ખાનગી શાળાઓમાં કેમ મોકલે છે? શું તેમને પોતાના જ કામ અને સરકારી સિસ્ટમ પર વિશ્વાસ નથી?" તેમણે માંગ કરી હતી કે શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓ, મંત્રીઓ, આચાર્યો અને શિક્ષકો માટે પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવવો ફરજિયાત બનાવવો જોઈએ.
'શાળાને ઠીક કરો' ઝુંબેશની ક્ષણભરમાં મોટી અસર:
આ અપીલ પાછળનો મુખ્ય હેતુ દેશભરની સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ વધારવાનો છે. દીપકેએ મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં સ્થિત તેમના વતન ગામ સંતુક પિંપરીમાં ૧૫ ઓગસ્ટના રોજ જિલ્લા પરિષદ સંચાલિત શાળાની મુલાકાત લીધી હતી અને ત્યાંથી "શાળાને ઠીક કરો" અભિયાનનો પ્રારંભ કર્યો હતો. મુલાકાત દરમિયાન તેમણે તૂટેલી બારીઓ, દયનીય વર્ગખંડો અને પાણી વગરના શૌચાલયો જેવી પાયાની ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું.
તંત્ર હરકતમાં આવ્યું, સમારકામ શરૂ કરાયું:
અભિજીત દીપકેના આ નિરીક્ષણ બાદ સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સંતુક પિંપરી ગામના સરપંચ વિજય પુરીએ જણાવ્યું કે શાળામાં જરૂરી સુધારાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવાયું છે. નવી બારીઓની ફ્રેમ, નવા સીસીટીવી કેમેરા અને શૌચાલયોમાં ૨૪ કલાક પાણી પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્ય શિક્ષણ વિભાગના અધિકારીઓએ પણ શાળા મેનેજમેન્ટને સમારકામ વહેલી તકે પૂર્ણ કરવા કડક સૂચના આપી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
