News of Wednesday, 19th August 2026
ઉબર એપ પરથી હવે થશે રેલવેની ટિકિટોનું પણ બુકિંગ

નવી દિલ્હી,તા.૧૯: ઉબરે એની ઍપ્લિકેશન પર ટ્રેન-ટિકિટનું બુકિગ પણ શરૂ કર્યું છે. કંપનીએ આ માટે ઑનલાઇન ટ્રાવેલ પ્લેટફોર્મ ઇક્સિગો (ixigo) સાથે ભાગીદારી કરી છે. આ પાર્ટનરશિપ બાદ મુસાફરો ઉબર ઍપ દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરાવી શકશે અને ભ્ફય્ સ્ટેટસ ચેક કરી શકશે. ભારતમાં ઇન્ટરસિટી મુસાફરીને સરળ બનાવવા માટે ઉબરે આ પગલું ભર્યું છે. ટ્રેન-ટિકિટ બુકિગના ઉમેરા સાથે ઉબર ઍપ હવે મલ્ટિમોડલ મોબિલિટી પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. મુસાફરોને હવે મોટરબાઇક, ઑટો, કાર, મેટ્રો, ઇન્ટરસિટી કાર અને ઇન્ટરસિટી બસ સાથે ટ્રેનની ટિકિટનો પણ ઍક્સેસ હશે.
રેલવે-ટિકિટના બુકિગ માટે ઍપમાં બસ અને ટ્રેન-વિકલ્પ પસંદ કર્યા બાદ ટ્રેન-ટિકિટ પર ક્લિક કરવાનું રહેશે. પ્રવાસ શરૂ કરવાના સ્ટેશન અને ડેસ્ટિનેશન ભરી તારીખ પસંદ કરવાની રહેશે. ટિકિટની જાણકારી મળ્યા બાદ પસંદગીની ટ્રેન પસંદ કરીને પેમેન્ટ બાદ બુકિગ કરી શકાશે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
