<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

NTAમાં મોટા ફેરફારોની તૈયારીઃ ૬૦૦ નિષ્‍ણાંતોને હટાવાયા

દેશભરમાં નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સી (NTA)ની વિશ્વસનીયતા અંગે ઊભા થયેલા પ્રશ્નો વચ્‍ચે કેન્‍દ્ર સરકાર હવે મોટા સુધારાત્‍મક પગલાં લેવા તરફ આગળ વધી રહી છે હવે પ્રશ્નપત્રો અને ઉત્તરપત્રિકાઓ માટે ચાર-સ્‍તરીય ચકાસણી વ્‍યવસ્‍થા અમલમાં મૂકવાની તૈયારી

નવી દિલ્‍હી તા.૧૯: દેશભરમાં નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સી (NTA)ની વિશ્વસનીયતા અંગે ઊભા થયેલા પ્રશ્નો વચ્‍ચે કેન્‍દ્ર સરકાર હવે મોટા સુધારાત્‍મક પગલાં લેવા તરફ આગળ વધી રહી છે. નવા કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી પ્રહ્‍લાદ જોશીની અધ્‍યક્ષતામાં યોજાયેલી મહત્‍વપૂર્ણ બેઠકમાં પરીક્ષા સિસ્‍ટમને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે અનેક નિર્ણયો લેવામાં આવ્‍યા છે. તેમાં ૬૦૦ નિષ્‍ણાતોને હટાવવાનો નિર્ણય, ચાર-સ્‍તરીય પ્રશ્નપત્ર અને આન્‍સર શીટ ચકાસણી વ્‍યવસ્‍થા તથા CISF સુરક્ષા હેઠળ ફવ્‍ખ્‍ની કચેરીઓને સ્‍થળાંતરિત કરવાની યોજના સામેલ છે.

પરીક્ષા વ્‍યવસ્‍થાનો સૌથી સંવેદનશીલ ભાગ પ્રશ્નપત્રોની તૈયારી અને તેની ગોપનીયતા માનવામાં આવે છે. NTA દ્વારા એકસાથે ૬૦૦ નિષ્‍ણાતોને હટાવવાનો નિર્ણય એ સંકેત આપે છે કે હાલની વ્‍યવસ્‍થામાં ગંભીર ખામીઓ હતી. નવા નિષ્‍ણાતોની નિમણૂક દ્વારા હિતોના ટકરાવ અને માહિતી લીક થવાની સંભાવનાઓને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં, નવા નિષ્‍ણાતોની પસંદગી પ્રક્રિયા કેટલી પારદર્શક રહેશે તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

NTA હવે પ્રશ્નપત્રો અને ઉત્તરપત્રિકાઓ માટે ચાર-સ્‍તરીય ચકાસણી વ્‍યવસ્‍થા અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે. આ વ્‍યવસ્‍થામાં દરેક દસ્‍તાવેજને અલગ-અલગ સ્‍તરે ચકાસવામાં આવશે, જેથી માનવીય ભૂલો અને ટેકનિકલ ખામીઓની શક્‍યતા ખૂબ ઓછી થઈ જાય. શિક્ષણ મંત્રાલયનું માનવું છે કે આ નવી વ્‍યવસ્‍થા પરીક્ષાઓની વિશ્વસનીયતા વધારવામાં મહત્‍વની ભૂમિકા ભજવશે.

સુરક્ષા વ્‍યવસ્‍થાને વધુ મજબૂત બનાવવા માટે NTAની કચેરીઓને નવી જગ્‍યાએ ખસેડવાની અને ત્‍યાં CISF (Central Industrial Security Force)ની સુરક્ષા તૈનાત કરવાની યોજના બનાવાઈ રહી છે.

આ પગલાનો હેતુ પ્રશ્નપત્રો, ડિજિટલ ડેટા અને અન્‍ય મહત્‍વપૂર્ણ માહિતીની સુરક્ષા સુનિヘતિ કરવાનો છે. સાથે જ કોઈપણ પ્રકારની આંતરિક કે બાહ્ય ઘૂસણખોરી અટકાવવા માટે ફવ્‍ખ્‍ને હાઈ-સિક્‍યોરિટી ઝોન તરીકે વિકસાવવામાં આવશે.

NTAમાં અધિકારીઓની અછત લાંબા સમયથી એક મોટી સમસ્‍યા રહી છે. આ સ્‍થિતિને સુધારવા માટે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ૨૦થી ૨૫ નવા અધિકારીઓની ભરતી કરવામાં આવશે. ત્‍યારબાદ એજન્‍સીના કેડરની સમીક્ષા પણ હાથ ધરાશે.

સરકારનું માનવું છે કે આ પગલાંથી NTA વહીવટી રીતે વધુ મજબૂત અને આત્‍મનિર્ભર બનશે. અમલીકરણ જ રહેશે સૌથી મોટી કસોટી

શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સુધારાઓ કાગળ પર ખૂબ જ કડક અને વ્‍યાપક દેખાઈ રહ્યા છે. જોકે, લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે સૌથી મહત્‍વનો પ્રશ્ન એ છે કે આ નિયમોનો અમલ કેટલો અસરકારક રીતે થાય છે.

NTA પર લાગેલા વિશ્વાસના સંકટને દૂર કરવામાં આ સુધારાઓ કેટલા સફળ થાય છે તે આવનારી પરીક્ષાઓના નિષ્‍પક્ષ, પારદર્શક અને વિવાદરહિત આયોજન પરથી જ નક્કી થશે.

(10:46 AM IST)