<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

અમેરિકા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ આટોપી વોશિંગ્ટન ડીસી જવા રવાના

 

ગાંધીનગર : અમેરિકા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન સાન ફ્રાન્સિસ્કોનો પોતાનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને બુધવારે, ૧૯ ઓગસ્ટે આગામી કાર્યક્રમ અર્થે વોશિંગ્ટન ડીસી જવા રવાના થયું છે. વોશિંગ્ટન ડીસીની પ્રસ્થાનગી પૂર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રતિનિધિમંડળના તમામ સભ્યોએ સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલની ઓફિસની ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કોન્સ્યુલ જનરલ ડૉ. કે. શ્રીકર રેડ્ડી દ્વારા મુખ્યમંત્રી સહિતના સમગ્ર ગુજરાત પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

(12:30 PM IST)