તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Wednesday, 19th August 2026
પોસ્ટ ઓફિસની કમાલની સ્કીમ: PPF માં રોકાણ કરીને બનો કરોડપતિ, માત્ર વ્યાજથી જ થશે ₹૬૫ લાખથી વધુની બંપર કમાણી
સરકારી ગેરંટી અને EEE કેટેગરી હેઠળ 100% ટેક્સ ફ્રી રિટર્ન: દર વર્ષે ₹૧.૫ લાખનું રોકાણ કરીને ૨૫ વર્ષમાં ઊભું કરો ₹૧.૦૩ કરોડનું મજબૂત ફંડ

નવી દિલ્હી, તા.૧૯: સુરેખ અને સુરક્ષિત ભવિષ્ય માટે નાણાકીય આયોજન કરવું દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. જો તમે પણ કોઈપણ જોખમ વિના શાનદાર વળતર મેળવીને કરોડપતિ બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) સ્કીમ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. નાના રોકાણકારોમાં અત્યંત લોકપ્રિય આ સ્કીમમાં રોકાણ કરેલા નાણાં પર સરકારની સંપૂર્ણ ગેરંટી મળે છે, જેના કારણે રોકાણકારો માટે તેમાં શૂન્ય ટકા જોખમ (Zero Risk) રહેલું છે.
પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં રોકાણકારને વ્યાજથી જ કરોડો રૂપિયા કમાવાનો મોકો મળે છે. પીપીએફ ખાતામાં વાર્ષિક લઘુતમ ₹૫૦૦ થી શરૂ કરીને મહત્તમ ₹૧.૫૦ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. આ યોજના EEE (Exempt-Exempt-Exempt) શ્રેણીમાં આવતી હોવાથી, રોકાણ કરવામાં આવતી રકમ, મળતું વ્યાજ અને મેચ્યોરિટીની રકમ - આ ત્રણેય સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રહે છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ દર વર્ષે ₹૧.૫ લાખ સુધીની ટેક્સ છૂટનો લાભ પણ મળે છે.
કરોડપતિ બનવાની સરળ ગણતરી
પીપીએફ સ્કીમનો મૂળ મેચ્યોરિટી પિરિયડ ૧૫ વર્ષનો હોય છે. જો તમે ૧૫ વર્ષ સુધી દર વર્ષે ₹૧.૫ લાખનું મહત્તમ રોકાણ કરો છો, તો તમારી કુલ જમા રકમ ₹૨૨.૫૦ લાખ થશે, જે વ્યાજ સાથે વધીને ₹૪૦,૬૮,૨૦૯ થઈ જશે. પરંતુ જો તમે મેચ્યોરિટી બાદ તેને ૫-૫ વર્ષના બે એક્સટેન્શન (વિસ્તરણ) આપીને ૨૫ વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમારું કુલ રોકાણ ₹૩૭.૫૦ લાખ થશે અને મેચ્યોરિટી પર તમને કુલ ₹૧,૦૩,૦૮,૦૧૫ (₹૧.૦૩ કરોડ) ની અધધ રકમ મળશે. જેમાં ₹૬૫.૫૮ લાખથી વધુની રકમ માત્ર વ્યાજ સ્વરૂપે કમાણી થશે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
