<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

વોટ્સએપ માટે ખતરાની ઘંટડી: ટેલિગ્રામ લાવશે AI આધારિત વન-ક્લિક 'વેબસાઇટ' ફીચર: યુઝર્સને મળશે પોતાનું ડોમેન!

મેસેજિંગ ક્ષેત્રે ક્રાંતિ સર્જવાની દિશામાં ટેલિગ્રામનું મોટું કદમ: સીઈઓ પાવેલ દુરોવે નવી ટેકનોલોજી અને ડોમેન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે યોજનાઓની જાહેરાત કરીને સોશિયલ મીડિયાની દુનિયામાં ખળભળાટ મચાવ્યો

નવી દિલ્હી:  મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ હવે માત્ર ચેટિંગ કે ફાઈલ શેરિંગ પ્લેટફોર્મ ન રહેતા ડિજિટલ પબ્લિશિંગ ક્ષેત્રે એક મોટો ધમાકો કરવા જઈ રહ્યું છે. કંપનીના સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવે તાજેતરમાં જાહેરાત કરી છે કે તેઓ ઇન્ટરનેટ ડોમેનનું નિયમન કરતી વૈશ્વિક સંસ્થા ICANN પાસે એક નવા ટોપ-લેવલ ડોમેન  માટે અરજી કરી રહ્યા છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જશે, તો ટેલિગ્રામના ૧ અબજથી વધુ સક્રિય યુઝર્સને માત્ર મેસેજિંગ સુવિધા જ નહીં, પરંતુ તેમના યુઝરનેમ પર આધારિત એક વ્યક્તિગત વેબ સરનામું પણ મળશે. આ નવીન પ્રયોગ વોટ્સએપ જેવા વિરોધી પ્લેટફોર્મ્સ માટે તણાવ વધારી શકે છે, કારણ કે અત્યાર સુધી કોઈ મુખ્ય મેસેજિંગ એપ્લિકેશને આવું કોઈ સુવિધા-માળખું પૂરું પાડ્યું નથી.

આ ટેકનોલોજીનું સૌથી આકર્ષક પાસું તેની AI-આધારિત વેબસાઇટ બનાવવાની ક્ષમતા હશે. જો તમારું યુઝરનેમ 'અનિલ' છે, તો તમારું ડોમેન anil.gram બની શકે છે અને તમારે તેને ડિઝાઇન કે હોસ્ટ કરવા માટે કોઈપણ પ્રકારના કોડિંગ કે વેબ ડેવલપમેન્ટના જ્ઞાનની જરૂર નહીં પડે. યુઝર્સે માત્ર સરળ ભાષામાં AI પ્રોમ્પ્ટ આપવાનો રહેશે અને ટેલિગ્રામ પોતે તેની સુરક્ષા અને હોસ્ટિંગનું સંચાલન કરીને થોડી જ સેકન્ડોમાં ઇન્ટરેક્ટિવ વેબસાઇટ તૈયાર કરી આપશે. આ સુવિધાથી સામાન્ય યુઝર્સ પણ પોતાના પોર્ટફોલિયો, બ્લોગ કે નાના બિઝનેસ માટે કોઈ વધારાના ખર્ચ વગર વેબ પ્રેઝન્સ બનાવી શકશે.

તાજેતરમાં ટેલિગ્રામની પોતાની  લિંક્સ પ્રતિબંધો અને ટેકનિકલ ખામીઓના કારણે લગભગ ૧૯ કલાક સુધી ઠપ થઈ ગઈ હતી, જેણે કંપનીને તૃતીય-પક્ષ હસ્તક્ષેપ વગરના પોતાના સ્વતંત્ર ડોમેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરવાની પ્રેરણા આપી. આ અરજી બાદ ઓક્ટોબરના અંત સુધીમાં પ્રક્રિયા આગળ વધશે અને મંજૂરી મળ્યા બાદ આ સેવાને યુઝર્સ સુધી પહોંચવામાં લગભગ ૧૨ થી ૧૮ મહિનાનો સમય લાગી શકે છે. આનો અર્થ એ થયો કે યુઝર્સ ભવિષ્યમાં પોતાની પ્રોફાઈલને એક જ ક્લિકમાં પૂર્ણ કદની વેબસાઈટમાં રૂપાંતરિત કરવાના આ અનોખા અનુભવનો લાભ મેળવી શકશે.

(8:01 PM IST)