<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

નમકીનના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્‍યો

બજારમાંથી લાવેલા પડીકા ખાતા પહેલા સો વાર વિચારજો : સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

નવી દિલ્‍હી તા.૨૧: આજના જમાનામાં ડુપ્‍લિકેસી એટલી હદ સુધી પહોંચી ગઈ છે કે અપરાધી ખાવા-પીવાના સામાનને પણ છોડતા નથી. દૂધ, દહીં, પનીર, મીઠાઈ, ખોયાથી લઈને હવે બંધ ડબ્‍બામાં નકલી અને ખરાબ ગુણવત્તાવાળી વસ્‍તુઓની ભેળસેળ કરી રહ્યા છે. હવે ગુરુવારે જ ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક શખ્‍સે જણાવ્‍યું કે, ફેમસ કંપનીની નમકીનના સીલબંધ પેકેટની અંદરથી મરેલો ઉંદર નીકળ્‍યો.

કહેવાય છે કે ફેમસ બ્રાન્‍ડની સીલબંધ નમકીનના પેકેટની અંદરથી મરેલા ઉંદરનું બચ્‍ચું નીકળ્‍યું છે. પેકેટ ખોલતા જ જ્‍યારે ગ્રાહકની નજર તેમાં પડી તો મરેલો ઉંદર જોવા મળ્‍યો તો લોકોના રુંવાડા ઊભા થઈ ગયા.

જાણકારી અનુસાર, રાજપુર વિસ્‍તારની નવી વસ્‍તીના રહેવાસી જાવેદ ખાને મુગલ રોડ પરની એક દુકાનમાંથી બાળકો માટે ખાવા ૮૦ રૂપિયાનું એક ફેમસ બ્રાન્‍ડનું ખટ્ટા-મીઠી નમકીનનું પેકેટ ખરીદ્યું હતું. જાવેદ પેકેટ લઈને દુકાન સામે એક ચબૂતરા પર બેસી ગયો અને જેવું પેકેટ ખોલીને ખાવાનું શરૂ કર્યું કે નમકીનની વચ્‍ચે એક મરેલો ઉંદરનું બચ્‍ચું જોવા મળ્‍યું.

નમકીનની વચ્‍ચે ઉંદર જોઈ આજુબાજુના દુકાનદારો અને રાહદારીઓ પણ ચોંકી ગયા. પીડિત જાવેદ ખાને જણાવ્‍યું કે, સારી વાત એ રહી કે, તેમની નજર સમય રહેતા પેકેટની અંદર રહેલા ઉંદર પર પડી, જેથી બાળકોએ તેને ખાધું નહીં. તેમણે આરોપ લગાવ્‍યો કે, જો ભૂલથી આ નમકીન ખાઈ લીધું હોત તો ગંભીર ફૂડ પોઈઝનિગ અથવા જીવલેણ બીમારીનો શિકાર થઈ ગયા હોત.

ઘટનાથી આક્રોશિત ગ્રાહકોએ ઘટનાસ્‍થળ પર સીલબંધ પેકેટ અને તેમાંથી નીકળેલા ઉંદરનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. વીડિયોમાં લોકો પેકેટની એક્‍સપાયરી ડેટ અને પેકેજિગની તપાસ કરતા કંપનીની ઘોર લાપરવાહી પર નારાજગી વ્‍યક્‍ત કરી રહ્યા છે. જાવેદ ખાને ખાદ્ય સુરક્ષા અને ઔષધિ પ્રશાસને આ મામલાની તાત્‍કાલિક તપાસ કરી સંબંધિત કંપની અને જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે

(10:28 AM IST)