ડીપી વર્લ્ડ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે આફ્રિકાના સમુદાયોને ૫,૦૦૦ ટન ચોખા પૂરા પાડ્યા

રાજકોટ,તા.૨૦ફ ડીપી વર્લ્ડ અને સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ડબ્લ્યુએફપી) દ્વારા બુરુન્ડી, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રવાન્ડામાં માનવતાવાદી રાહત કામગીરીને ટેકો આપવા માટે ૫,૦૦૦ મેટ્રિક ટન ચોખા પહોંચાડવામાં આવ્યા છે. આ સહાયથી ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહેલા સંવેદનશીલ અને જરૂરિયાતમંદ સમુદાયોને મદદ મળશે.
આ શિપમેન્ટ દર્શાવે છે કે બંને સંસ્થાઓ માનવતાવાદી સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવા અને સૌથી વધુ જરૂરિયાત ધરાવતા સમુદાયો સુધી જરૂરી ખાદ્ય સામગ્રીની પહોંચ સુધારવા માટે સાથે મળીને કેવી રીતે કામ કરી રહી છે. આ માલસામાન ડીપી વર્લ્ડના શિપિંગ સોલ્યુશન્સ બિઝનેસ (જે અગાઉ યુનિફીડર તરીકે ઓળખાતો હતો) દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો. તેના મારફતે ભારતના ડીપી વર્લ્ડ મુન્દ્રા ટર્મિનલથી તાન્ઝાનિયાના દાર એસ સલામ પોર્ટ સુધી જરૂરી ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી હતી.
ડીઆરસી હાલમાં વિશ્વની સૌથી મોટી ભૂખમરાની કટોકટીઓમાંની એકનો સામનો કરી રહ્યું છે. સંઘર્ષ અને લોકોના વિસ્થાપનને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે તથા ઇબોલા રોગચાળાની ચાલુ અસરોને કારણે તેમાં વધુ વધારો થયો છે. સમગ્ર દેશમાં ૨.૭ કરોડથી વધુ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. પૂર્વીય ડીઆરસીમાં અસુરક્ષાને કારણે ઘર છોડીને આવેલા પરિવારોના આગમન બાદ બુરુન્ડી પર પણ માનવતાવાદી દબાણ વધી રહ્યું છે, જેના કારણે સંવેદનશીલ સમુદાયો અને સ્થાનિક ખાદ્ય વ્યવસ્થાઓ પર વધારાનું દબાણ આવ્યું છે. રવાન્ડા પડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓ અને આશ્રય માગનારાઓને સતત સહાય આપી રહ્યો છે. આ શિપમેન્ટથી ડબ્લ્યુએફપીની જીવનરક્ષક કામગીરીને જાળવી રાખવામાં મદદ મળશે અને વધુ ૧૪,૨૦૦થી વધુ લોકોને એક મહિના સુધી ખાદ્ય સહાય પૂરી પાડી શકાશે.
ડીપી વર્લ્ડના મરીન સર્વિસીસના ગ્લોબલ ચીફ ઓપરેટિંગ ઓફિસર ગણેશ રાજે જણાવ્યું હતું કે, ડીપી વર્લ્ડમાં જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે મહત્વપૂર્ણ સામગ્રીની સતત હેરફેર જળવાઈ રહે તે સુનિヘતિ કરવામાં અમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીએ છીએ.
ડીપી વર્લ્ડના ગ્રુપ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ - સસ્ટેનેબિલિટી આયલા બાજવાએ જણાવ્યું હતું કે, વેપાર લોકોના જીવનમાં સુધારો લાવવાની શક્તિ ધરાવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે વૈશ્વિક લોજિસ્ટિક્સ નેટવર્કને મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા સમુદાયોની સહાય માટે સક્રિય કરવામાં આવે. ડબ્લ્યુએફપી સાથે મળીને કામ કરીને અમે અમારી નિપુણતા અને માળખાકીય સુવિધાઓનો ઉપયોગ એ સુનિヘતિ કરવામાં કરી રહ્યા છીએ કે જરૂરી ખાદ્ય સામગ્રી સૌથી વધુ જરૂરિયાત ધરાવતા લોકો સુધી પહોંચે.
ડબ્લ્યુએફપીના સપ્લાય ચેઇન ડિરેક્ટર એલેક્સ મેરિયાનેલીએ જણાવ્યું હતું કે, માનવતાવાદી જરૂરિયાતો ઉપલબ્ધ સંસાધનો કરતાં સતત વધી રહી છે ત્યારે ભૂખનો સામનો કરી રહેલા સમુદાયો સુધી જીવનરક્ષક ખાદ્ય સહાય પહોંચે તે સુનિ?તિ કરવા માટે આ પ્રકારની ભાગીદારી અત્યંત જરૂરી છે. ડીપી વર્લ્ડના સહયોગ માટે અમે આભારી છીએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
