<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

પેલેટ ગનથી ઘાયલ વિદ્યાર્થી સાથે સંસદ માર્ગ પોલીસ સ્‍ટેશને રાહુલ અને પ્રિયંકા ગાંધીના ધરણા : FIR નોંધવા માંગણી

સુપ્રીમ કોર્ટે પણ ન્‍યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડીના નેતળત્‍વમાં ૫ સભ્‍યોની તપાસ સમિતિની કરી રચના : NEET પ્રશ્‍નપત્ર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગ મુદ્દે વિપક્ષ આક્રમક

નવી દિલ્‍હી, તા.૨૧: નીટ તેમજ અન્‍ય મહત્‍વપૂર્ણ પરીક્ષાઓના પ્રશ્‍નપત્રો લીક થવાના વિરોધમાં અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે યોજાયેલા શાંતિપૂર્ણ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીએ હવે દેશવ્‍યાપી રાજકીય વિવાદનું રૂપ ધારણ કરી લીધું છે. આ પ્રદર્શન દરમિયાન પેલેટ ગન વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા હરિયાણાના રહેવાસી સાહિલ લોચવ નામના વિદ્યાર્થીને સાથે રાખીને કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવી દિલ્‍હીના સંસદ સ્‍ટ્રીટ પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા હતા. સાહિલ લોચવે અગાઉ ૧૪ ઓગસ્‍ટે વકીલો મારફતે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી હતી, પરંતુ કોઈ સુનાવણી કે એફઆઈઆર (FIR) ન થતાં તેણે રાહુલ ગાંધીનો સંપર્ક સાધ્‍યો હતો.

પોલીસ સ્‍ટેશનમાં પણ સાહિલની ફરિયાદ નોંધવામાં ન આવતાં રાહુલ ગાંધી, તેમના વકીલો તેમજ પીડિત સાહિલનો પરિવાર સીધા ડીસીપી (DCP) ની ઓફિસે પહોંચ્‍યા હતા અને ત્‍યાં જ ધરણા પર બેસી ગયા હતા. રાહુલ ગાંધીએ સ્‍પષ્ટ કર્યું છે કે જ્‍યાં સુધી સંબંધિત મામલે વિધિવત કેસ કે જ્‍ત્‍ય્‍ દાખલ કરવામાં નહીં આવે ત્‍યાં સુધી તેઓ ત્‍યાંથી હટશે નહીં. આ પહેલા રાહુલ ગાંધીએ સાહિલ સાથે એક સંયુક્‍ત પ્રેસ કોન્‍ફરન્‍સ યોજીને પેલેટ ગનથી થયેલી ગંભીર ઇજાઓ મીડિયા સમક્ષ દર્શાવી હતી અને કેન્‍દ્ર સરકાર પર વિદ્યાર્થીઓ પ્રત્‍યે અમાનવીય વર્તન કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ચોમાસા સત્ર દરમિયાન પણ વિપક્ષી દળોએ સંસદમાં આ મુદ્દા પર ચર્ચાની માગ સાથે ભારે હોબાળો મચાવ્‍યો હતો.

બીજી તરફ, આ મામલાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પણ મોટી કાર્યવાહી કરી છે. સર્વોચ્‍ચ અદાલતે દિલ્‍હીના જંતર-મંતર સહિત અન્‍ય સ્‍થળોએ વિદ્યાર્થીઓ પર થયેલા કથિત પોલીસ બર્બરતાના આરોપોની નિષ્‍પક્ષ તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્‍યાયાધીશ આર. સુભાષ રેડ્ડીના નેતળત્‍વ હેઠળ પાંચ સભ્‍યોની ઉચ્‍ચપ્રસ્‍તરીય તપાસ સમિતિ (HPEC) ની રચના કરી દીધી છે. આ સમિતિમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્‍ય ન્‍યાયાધીશ રવિશંકર ઝા, દિલ્‍હી હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્‍યાયાધીશ શાલિન્‍દર કૌર, સીબીઆઈ (CBI) ના ભૂતપૂર્વ ડિરેક્‍ટર ઋષિ કુમાર શુક્‍લા અને મેઘાલયના ભૂતપૂર્વ ડીજીપી એલ.આર. બિ‘ોઈનો સમાવેશ થાય છે. આ સમિતિ આંદોલન દરમિયાન થયેલી હિંસા, બળપ્રયોગ અને વિદ્યાર્થીઓની સુરક્ષા સંબંધિત તમામ પાસાઓની તટસ્‍થ તપાસ કરશે.

(2:57 PM IST)