News of Friday, 21st August 2026
E20 નીતિને કારણે ખાંડના ભાવમાં ભડકો : કોંગ્રેસના જયરામ રમેશના સરકારની નીતિઓ પર ગંભીર આક્ષેપ
25 લાખ ટન ખાંડનું ઉત્પાદન થઈ શકે તેટલી શેરડી ઈથેનોલમાં વપરાઈ ગઈ: E20 નીતિની તાત્કાલિક સમીક્ષા કરવાની અને લોકોને ઈથેનોલ વગરના ઈંધણનો વિકલ્પ આપવાની માંગ

નવી દિલ્હી :ખાંડના ભાવમાં વધારા બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે સરકારની નીતિઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે સરકારની નીતિઓની કિંમત જનતા ચૂકવી રહી છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો કે E20 નીતિને કારણે શેરડી અને અનાજમાંથી મોટા પ્રમાણમાં ઈથેનોલ બનાવવામાં આવતા ખાદ્ય ઉત્પાદનો પ્રભાવિત થયા છે. તેમના જણાવ્યા મુજબ, 25 લાખ ટન ખાંડનું ઉત્પાદન થઈ શકે તેટલી શેરડી ઈથેનોલમાં વપરાઈ ગઈ છે. તેમણે E20 નીતિની તાત્કાલિક સમીક્ષા કરવાની અને લોકોને ઈથેનોલ વગરના ઈંધણનો વિકલ્પ આપવાની માંગ કરી છે. સરકારના નિર્ણયોથી ભોજન અને મુસાફરી મોંઘી થઈ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. રી
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
