<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

પતિના પરિચિતોએ વારંવાર જાતીય શોષણ કર્યું: ૨૦ વર્ષની મહિલાની ફરિયાદ

ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૬૪(૧), ૭૦(૧), અને ૧૧૫(૨) હેઠળ બાંગુર નગર પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી

મુંબઈ તા.૨૨: મુંબઈના ગોરેગાંવ પヘમિમાં ૨૦ વર્ષીય મહિલાએ તેના પતિના જાણીતા ચાર લોકો અને એક અજાણ્‍યા વ્‍યક્‍તિ પર વારંવાર જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્‍યો છે. આ મામલે બાંગુર નગર પોલીસ સ્‍ટેશનમાં જ્‍ત્‍ય્‍ નોંધાઈ છે. પોલીસે શુક્રવારે જણાવ્‍યું હતું કે ફરિયાદમાં કરાયેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. મહિલાના જણાવ્‍યા અનુસાર, તે ૨૫ જુલાઈથી ભગતસિહ નગર વિસ્‍તારમાં ભાડાના ફલેટમાં તેના પતિ સાથે રહેતી હતી. પતિ ડ્રાઇવરનું કામ કરે છે. તેનો પતિ લાંબા સમય સુધી કામ માટે બહાર રહેતો હોવાથી, તે દિવસ દરમિયાન ઘણીવાર ઘરે એકલી રહેતી હતી. ફરિયાદ મુજબ, જુલાઈના પહેલા અઠવાડિયામાં જ્‍યારે તે ઘરે પરત ફરી રહી હતી ત્‍યારે એક અજાણ્‍યા પુરુષે પીડિત મહિલાને જોઈ હતી. જ્‍યારે તે સૂતી હતી ત્‍યારે તેણે ઘરમાં ઘૂસીને તેના પર જાતીય હુમલો કર્યો હતો. ડરના કારણે, મહિલાએ તાત્‍કાલિક કોઈને ઘટનાની જાણ કરી ન હતી.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું હતું કે બે દિવસ પછી, તેના પતિના બે પરિચિત લોકો સુલતાન અને અંકુશ ઘરે આવ્‍યા. તેઓએ દાવો કર્યો હતો કે તેઓ મકાનમાલિકનો સામાન લેવા આવ્‍યા હતા. ઘરમાં પ્રવેશ્‍યા પછી, દરવાજો કથિત રીતે બંધ કર્યો. જ્‍યારે મહિલાએ પ્રતિકાર કર્યો ત્‍યારે તેની પર હુમલો કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ, બન્ને પુરુષોએ તેના પર જાતીય હુમલો કર્યો હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, તેના પતિના બે અન્‍ય પરિચિતો તાલિબ અને રાજા બીજા દિવસે તેના ઘરે પહોંચ્‍યા. તે સમયે પણ મહિલા એકલી હતી. આ વખતે પણ તેના પર જાતીય હુમલો કરવામાં આવ્‍યો હોવાનો આરોપ તેણે કર્યો છે. મહિલાએ જણાવ્‍યું હતું કે તે આરોપીઓથી ડરી ગઈ હતી, જેના કારણે તેણે તાત્‍કાલિક તેના પતિ, માતાપિતા કે પોલીસને જાણ કરી ન હતી.

૧૭ ઓગસ્‍ટના રોજ, સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓનો હવાલો આપીને, મહિલા પોતાનું ઘર છોડીને તેના માતાપિતાના ઘરે ગઈ. ત્‍યાં, તેણે તેના પરિવારને કથિત ઘટનાઓ વિશે જાણ કરી. ત્‍યારબાદ ૧૯ ઑગસ્‍ટના રોજ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે, ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૬૪(૧), ૭૦(૧), અને ૧૧૫(૨) હેઠળ બાંગુર નગર પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.ૅ અધિકારીએ ઉમેર્યું હતું કે, ૅકેસના તથ્‍યોની ચકાસણી કરવામાં આવી રહી છે, અને મામલાની ગંભીરતાને જોતાં, વિગતવાર તપાસ ચાલી રહી છે.ૅ પોલીસના જણાવ્‍યા અનુસાર, કેસમાં ચાર શંકાસ્‍પદોના નામ છે અને એક અજાણ્‍યા વ્‍યક્‍તિનો પણ ઉલ્‍લેખ છે. પોલીસ આરોપોની ચકાસણી કરવા માટે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

(9:55 AM IST)