<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

પેસેન્‍જર બાદ હવે દોડશે વંદે ભારત માલગાડીઃ ૧૪૫ કિમીની સ્‍પીડે સફળ ટ્રાયલ, કલાકોમાં પહોંચશે સામાન

હવે માલવાહક ક્ષેત્રે મોટો ક્રાંતિકારી બદલાવ લાવવાની તૈયારી

મુંબઇ તા.૨૨: ભારતીય રેલવે દ્વારા સેમી-હાઈસ્‍પીડ પેસેન્‍જર ટ્રેન વંદે ભારત એક્‍સપ્રેસ અને વંદે ભારત સ્‍લીપરની જબરદસ્‍ત સફળતા બાદ હવે માલવાહક ક્ષેત્રે મોટો ક્રાંતિકારી બદલાવ લાવવાની તૈયારી કરી લેવામાં આવી છે. રેલવે મંત્રાલય દ્વારા દેશમાં ઝડપી કાર્ગો અને ઈ-કોમર્સ પાર્સલ ડિલિવરી માટે ખાસ ડિઝાઈન કરાયેલી 'વંદે ભારત ફ્રેટ ટ્રેન'નું સફળતાપૂર્વક ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્‍યું છે. પヘમિ મધ્‍ય રેલવે ઝોન હેઠળ હાથ ધરાયેલા સ્‍પીડ ટ્રાયલ દરમિયાન આ માલગાડીએ ૧૪૫ કિમી પ્રતિ કલાકની રેકોર્ડ સ્‍પીડ હાંસલ કરી છે.

અત્‍યાધુનિક સ્‍પીડ અને ક્ષમતાઃ સામાન્‍ય માલગાડીઓની સરેરાશ સ્‍પીડ ૨૫થી ૫૦ કિમી પ્રતિ કલાક હોય છે, જ્‍યારે વંદે ભારત ફ્રેટ ટ્રેન ૧૩૦થી ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે. આ ટ્રેનમાં પેસેન્‍જર વંદે ભારતની જેમ જ એરોડાયનેમિક ડિઝાઈન, ઓટોમેટિક સ્‍લાઈડિગ દરવાજા અને પેલેટ લોડિગ-અનલોડિગ સિસ્‍ટમ આપવામાં આવી છે. દૂધ, ફળ, શાકભાજી અને ફાર્માસ્‍યુટિકલ્‍સ જેવી ઝડપથી બગડી જતી ચીજવસ્‍તુઓ માટે તેમાં રેફ્રિજરેટેડ (તાપમાન નિયંત્રિત) કન્‍ટેનરની સુવિધા ઉપલબ્‍ધ છે.

પヘમિ મધ્‍ય રેલવે દ્વારા ઓસિલેશન અને ઈમરજન્‍સી બ્રેકિગ સિસ્‍ટમની ચકાસણી માટે કોટા સેક્‍શન પર લોડેડ અને અનલોડેડ બંને સ્‍થિતિમાં ટ્રાયલ લેવામાં આવ્‍યું હતું. ૧૪૫ કિમીની ઝડપે પણ ટ્રેનનું સ્‍ટેબિલિટી લેવલ અને કાર્ગો સેફટી ઉત્‍કૃષ્ટ હોવાનું નોંધાયું છે.

દિલ્‍હી-મુંબઈ, ચેન્નઈ-કોલકાતા જેવા વ્‍યસ્‍ત સુવર્ણ ચતુર્ભુજ કોરિડોર પર કલાકોમાં માલસામાન પહોંચાડી શકાશે. એમેઝોન, ફિલપકાર્ટ તેમજ દેશના નાના-મોટા વેપારીઓ માટે રોડ ટ્રાન્‍સપોર્ટ કરતાં સસ્‍તો અને વિમાન કરતાં વધુ કિફાયતી ફાસ્‍ટ ટ્રાન્‍સપોર્ટ વિકલ્‍પ મળશે. ભારતમાં લોજાિસ્‍ટિક્‍સ કોસ્‍ટ જીડીપીના લગભગ ૧૩થી ૧૪ ટકા છે, જેને સિગલ ડિજિટમાં લાવવાના સરકારના લક્ષ્યને આ સુપરફાસ્‍ટ માલગાડી મોટો ટેકો આપશે.

(9:56 AM IST)