<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ગુરૂવારે અમિતભાઇ શાહ લીલીયા પંથકમાં

હરિકૃષ્‍ણ ગ્રુપ- ધોળકીયા ફાઉન્‍ડેશન- ‘પદ્મશ્રી' સવજીભાઇ ધોળકીયા દ્વારા નિર્મિત ‘ગુજરાત ગોૈરવ સરોવર'નું લોકાર્પણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.રરઃ ધોળકિયા ફાઉન્‍ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા લાઠી લીલીયા પંથકમાં જળ ક્રાંતિ કરવામાં આવી છે. એક સમયે જળવિહોણા પ્રદેશ તરીકે ઓળખાતો વિસ્‍તાર આજે જળ સમળદ્ધ બન્‍યો છે. દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી,ભારતના ૧૪માં રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના મહાનુભાવો એ આ જળ સંરક્ષણની પ્રવળત્તિને બિરદાવી છે.  તારીખ ૨૭/૦૮/૨૦૨૬ ના રોજ સવારના ૯:૦૦ કલાકે દેશના ગળહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગાગડીયા નદી પર બનેલ ‘‘ગુજરાત ગૌરવ સરોવર''નું લોકાર્પણ કરવા માટે પધારી રહ્યા છે.

જેનો ભવ્‍ય કાર્યક્રમનું આયોજન હેતની હવેલી ખાતે રાખવામાં આવેલ છે. દેશના ગળહ મંત્રીને આવકારવા માટે સમગ્ર પંથકમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે તેમ મનોજ જોશીની યાદીમાં જણાવેલ છે.

(11:52 AM IST)