હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પૂરમાંથી બચાવાયેલી માદા હાથી ‘જોયમોતી'ને હોસ્પિટલમાં સવિશેષ સારવાર માટે એરલિફ્ટ કરીને વનતારા લવાઇ
આસામમાં પૂરના પાણીમાંથી બચાવાયેલી ૫૩ વર્ષીય માદા હાથીને અનેકવિધ ગંભીર અને જૂની ઈજાઓની ખાસ સારવાર અપાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા.રર, ગત જુલાઈ મહિનામાં નાગાલેન્ડ અને આસામમાં આવેલા વિનાશક પૂરમાંથી બચાવાયેલી ૫૩ વર્ષીય માદા હાથી ‘જોયમોતી'ને તાત્કાલિક અને વિશિષ્ટ પશુચિકિત્સા સારવાર અર્થે અનંત અંબાણી સ્થિતએરલિફ્ટ કરીને વનતારા, જામનગર ખાતે લાવવામાં આવી રહી છે.
જુલાઈના બીજા સપ્તાહ દરમિયાન નાગાલેન્ડમાં જોયમોતી પૂરના તીવ્ર વહેણમાં તણાઈ ગઈ હતી અને ત્યારબાદ સરકારી એજન્સીઓની મદદથી સ્થાનિક સમુદાયો દ્વારા તેને બચાવાઈ હતી. આ દુર્ઘટના દરમિયાન તેને અનેક ઈજાઓ પહોંચી હતી, જેમાં તેના કપાળ, જમણા કાન, પૂંછડીની ઉપરના ભાગ, ડાબી જાંઘ અને પેટના ભાગે ઘા લાગ્યા હતા. આ ઉપરાંત તેના બાહ્ય જનનાંગોની આસપાસ જીવાત પડી ગઈ હોય તેવો એક ઊંડો ઘા થયો હતો. તેની જમણી આંખ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે, જેના કારણે તેને અંધાપો આવી ગયો છે અને તેમાંથી સતત પાણી વહ્યા કરે છે. લાકડાં ખસેડવાના કામ (લોગિંગ) દરમિયાન થયેલા અસ્થિભંગને (ફ્રેક્ચર) કારણે તેનો ડાબો પાછલો પગ લંગડાય છે, જે તેની સામાન્ય રીતે ચાલવાની તથા ખોરાક અને પાણી મેળવવાની ક્ષમતાને અસર કરે છે.
આ બચાવકાર્ય પછી, જોયમોતીને સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર અને પશુચિકિત્સા સંભાળ પૂરી પડાઈ હતી, જેમાં ઘા પર પટ્ટી બાંધવી, દર્દશામક દવાઓ, મલ્ટિવિટામિન અને મિનરલ સપ્લિમેન્ટ્સ તેમજ સહાયક સારવારનો સમાવેશ થતો હતો. જોકે, ઈજાઓની ગંભીરતા અને તેના શરીર પર વિવિધ સ્થળોએ થયેલા ઘા, તેની વધતી ઉંમર અને હલનચલનમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, તેને તાત્કાલિક વિશેષ હોસ્પિટલના વાતાવરણમાં સારવાર આપવી અત્યંત જરૂરી છે.
વનતારાએ વન્યજીવ કટોકટી પશુચિકિત્સા સંભાળની સ્થાનિક ક્ષમતાને મજબૂત કરવા માટે આસામમાં ત્રણ વન્યજીવ પશુચિકિત્સા સંભાળ કેન્દ્રો સ્થાપવાનો પ્રસ્તાવ મૂકયો છે, જેમાં હાથીઓ માટેના એક સમર્પિત કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. આ પ્રસ્તાવિત કેન્દ્રોમાં પ્રજાતિ-વિશિષ્ટ સુવિધાઓ અને પશુચિકિત્સા સહાયનો સમાવેશ થશે, જેથી જરૂરિયાતમંદ પ્રાણીઓને ઈમરજન્સીના સ્થળની નજીક જ સમયસર અને યોગ્ય સારવાર મળી રહે. આ કેન્દ્રોનું સંચાલન આસામ વન વિભાગ દ્વારા સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કરવામાં આવશે.
જોયમોતીની વનતારા સુધીની સફર એ કોઈ કાયમી સ્થાનાંતરણ નથી, પરંતુ તેને હાલમાં જરૂરી એવી વિશિષ્ટ જીવનરક્ષક સારવાર પૂરી પાડવાના હેતુથી કરવામાં આવેલું એક તાત્કાલિક મેડિકલ ટ્રાન્સફર છે. તેનો કિસ્સો સ્થાનિક પશુચિકિત્સા ક્ષમતાઓને મજબૂત કરવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે, સાથે સાથે એ પણ સુનિ?તિ કરે છે કે અદ્યતન સારવારની જરૂરિયાત ધરાવતા -ાણીઓ વિલંબ વિના અને સુરક્ષિત રીતે સારવાર મેળવી શકે. વનતારા ખાતે, પ્રારંભિક પ્રાથમિકતા જોયમોતીને જરૂરી વિશિષ્ટ સારવાર પૂરી પાડવાની અને તેને સાજા થવાની તથા સ્વસ્થ, સુરક્ષિત અને સન્માનજનક જીવન જીવવાની શ્રેષ્ઠ તક આપવાની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
